કચ્છઃ રાજ્યમાં સતત બીજા દિવસે જિલ્લામાં લઘુત્તમ તાપમાનનો(Temperature in Gujarat) પારો ઉપર ચડયો હતો. રાજ્યના શિત મથક નલિયાની વાત કરીએ તો આજે 15.0 ડિગ્રી પર તાપમાન(Temperature in Naliya) અટકયું હતું. રાજ્યના જિલ્લાઓમાં 12 ડિગ્રીથી 19 ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન(Minimum Temperature in Gujarat) નોંધાયું છે. તો બીજી તરફ દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 22 ડિસેમ્બરથી 30 ડિસેમ્બરમાં ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદ(Unseasonal Rains in India) થાય તેવી શક્યતાઓ છે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર થશે. જો કે, ગુજરાતના પૂર્વ, ઉત્તર, મધ્ય, કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠું થવાની પણ શક્યતા છે.
આજથી વાદળો છવાઈ જવાની શક્યતા
બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ થતાં અને અરબ સાગરમાંથી ભેજ આવતા જેની અસર ગુજરાતના ભાગોમાં થશે. ત્યારે આજથી વાદળો છવાઈ જવાની શક્યતા પણ છે. રાજ્યના(Unseasonal Rains in Gujarat) વિવિધ ભાગોમાં 24 ડિસેમ્બર બાદ માવઠું થવાની શક્યતા છે. વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદ વચ્ચે તાપમાન ઘટવાની શક્યતાને કારણે ઠંડીનો ચમકારો વધશે એટલે કે ઠંડી અને કમોસમી વરસાદનો રાઉન્ડ આવવાની સંભાવના છે.
ગુજરાતના મહાનગરોમાં લઘુતમ તાપમાન
જિલ્લા | તાપમાન |
અમદાવાદ | 14.6 |
ગાંધીનગર | 12.0 |
રાજકોટ | 17.3 |
સુરત | 16.4 |
ભાવનગર | 14.8 |
જૂનાગઢ | 14.0 |
બરોડા | 12.4 |
નલિયા | 15.0 |
ભુજ | 18.8 |
કંડલા | 17.5 |
આ પણ વાંચોઃ Cold Wave in Gujarat 2021: આજે રાજ્યમાં ગાંધીનગર સિવાયના જિલ્લાઓમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું
આ પણ વાંચોઃ Cold Wave in Gujarat 2021: રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં થયો ઘટાડો, જાણો આજે કેટલું તાપમાન