કચ્છઃ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પ્રેમકુમાર કન્ન્રરે ઈટીવી ભારતને જણાવ્યુ હતું કે, હાલ રેન્ડ્મ સેમ્પલની કામગીર ચાલી રહી છે. 16 એપ્રિલે 35 સેમપ્લ મોક્લયા હતા જેમાંથી 34નો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે, જ્યારે માધાપરની મહિલા દર્દીનો સેમ્પલ અમાન્ય રહેતા ફરી મોકલવામાં આવશે, તો 18 એપ્રિલથી રેપીડ ટેસ્ટ શરૂ કરી દેવાશે.
રેપીડ ટેસ્ટ પર પ્રકાશ પાડતા તેમણે ઉર્મેયું હતું કે, એન્ટીબોડી એટલે કે કોઈને ચેપ લાગ્યો હોય પણ તેના શરીરની રોગ પ્રતિકારક શક્તિએ વાઈરસને હરાવી દીધો છે. આ વ્યકિતમાં કોઈ લક્ષણ દેખાતા નથી અને તે સ્વસ્થ જણાય છે, પણ તેની એન્ટીબોડી હોય છે, જેનાથી વાઈરસ ફેલાઈ શકે છે. આ રેપીડ ટેસ્ટની 250 કીટ કચ્છને મળી અને તેના પર કાર્યવાહી ચાલી રહી છે.
આ ટેસ્ટમાં શંકા ઉભી થાય તો તે વ્યકિતના સેમ્પલ લઈને કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. જેમાં જો કોઈ પોઝિટિવ કેસ જણાય તો તે વ્યકિત અને વિસ્તારમાં ચોકસાઈ પૂર્વક સેમ્પલ લઈ ટેસ્ટિંગ કરવું પડે છે. આરોગ્ય વિભાગે તૈયારી સાથે ટેસ્ટ કામગીરી આદરવાનું શરૂ કરી દીધું છે. જે દરમિયાન કચ્છના પ્રથમ મહિલા દર્દી આશલડીના મહિલાને ભુજોડી ખાતે શીફટ કરવામાં આવશે. તેમનો એક રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ બીજો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
હાલ તેમનામાં કોઈ લક્ષણો જણાતા નથી તેથી વાતાવરણ ફેરબદલ માટે તેમને ભુજોડીના સારવાર કેન્દ્રમાં મોકલવામાં આવશે. આ પછી તેમનું ફરી પરીક્ષણ થશે. આ સાથે ભૂજમાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતું. ઉપરાંત વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા વેિકાસ અધિકારી પ્રભાવ જોશી સહિતના અધિકારીઓ સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
જિલ્લા તંત્ર દ્વારા ૨૪ કલાક દરમિયાન 1689 વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 75 જેટલા વ્યકિતઓને હોમ કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે તેમજ ત્રણ પોઝિટિવ અને ત્રણ શંકાસ્પદ દર્દીઓ સારવાર હેઠળ છે.