ETV Bharat / state

કચ્છ: કસ્ટોડિયલ ડેથ કેસમાં અમદાવાદ ATSની ટીમે પોલીસ કોન્સ્ટેબલને ઘરમાંથી ઝડપ્યો

કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં આવેલા સમાઘોઘા ગામમાં થયેલા કસ્ટોડિયલ ડેથનાં પ્રકરણમાં ફરાર પોલીસ કર્મચારી પોતાના વતન બનાસકાંઠાથી પકડાયો છે. ATSની ટીમે બાતમીના આધારે આરોપીને થરાદથી ઝડપીને ભુજ પોલીસને સોંપવા માટે તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં શરૂઆતમાં PI અને એક GRD જવાનની ધરપકડ કરી જેલ હવાલે કરાયો હતો.

મુન્દ્રા તાલુકામાં નોંધાયેલા કસ્ટોડિયલ ડેથ કેસમાં અમદાવાદ ATSની ટીમે પોલીસ કોન્સ્ટેબલને ઘરમાંથી પકડ્યો

author img

By

Published : Feb 15, 2021, 11:39 AM IST

  • મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ગામે બન્યો હતો કસ્ટોડિયલ ડેથનો બનાવ
  • પોલીસે શરૂઆતમાં એક PI અને એક GRD જવાનની કરી છે ધરપકડ
  • અમદાવાદ ATS દ્વારા કરવામાં આવી રહી છે સર્વેલન્સ સહિતની કામગીરી

કચ્છ: કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગોહીલ, જયદેવસિંહ ઝાલા, અશોક કનાડ, કપીલ દેસાઇ, ગફુરજી ઠાકોર અને માજી સરપંચ જયવીરસિંહ જાડેજા સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. PI અને એક GRD જવાનની ધરપકડ કરી જેલ હવાલે કરાયા બાદ 6 આરોપી પોલીસની પકડથી દૂર હતા. નાસતા આરોપીઓને પકડવા માટે અમદાવાદ ATSની ટીમે સર્વેલન્સની કામગીરી હાથ ધરીને વધુ એક ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે.

ઝડપાયેલો આરોપી ગફુરશી પીરાજી ઠાકોર
ઝડપાયેલો આરોપી ગફુરશી પીરાજી ઠાકોર
માજી સરપંચ સહિત હજુ પણ 5 આરોપીઓ ફરારકસ્ટોડિયલ ડેથનાં કેસમાં નાસતો ફરતો આરોપી કોન્સ્ટેબલ ગફુરશી પીરાજી ઠાકોર બનાસકાંઠાનાં થરાદ સ્થિત પોતાના વતનમાંથી મળી આવતા તેની ધરપકડ કરાઈ હતી. ATSની ટીમે તેના વતનમાંથી તેની અટકાયત કરી હતી. નોંધનીય છે કે, આરોપીઓને સહારો આપવામાં એલસીબીએ નટવરસિંહ ગણપતસિંહ સરવૈયાની ધરપકડ કરી હતી. હજુ પણ હત્યામાં સંડોવાયેલા માજી સરપંચ સહિત કુલ પાંચ આરોપીઓ ફરાર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.