લખપતમાં તીડના આતંકનો તાગ મેળવા કેન્દ્રીય કૃષિપ્રધાન પુરુસોત્તમ રૂપલા આજે લખપતની મુલાકાત લીધી હતી. અને ખેડૂતોના નુકસાનની માહિતી એકત્ર કરી ખેડૂતોની પુછપરછ કરી હતી. કૃષિપ્રધાન સાથે કચ્છ સાંસદ વિનોદ ભાઈ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા કલેકટર જીલા સમહર્તા મામલતદાર સહિત વહીવટી તંત્ર પહોંચ્યું હતું
ગઈકાલથી અચાનક લખપતના અનેક ગામોના ખેતર વાડીઓમાં તીડ જોવા મળી રહી છે. બપોરથી શરૂ થયેલા આક્રમણમાં રાત સુધીમાં હજારો લાખોોની સંખ્યામાં તીડના ઝુંડ પહોંચી આવ્યા છે. તીડનું આક્રમણ આ સૂકા મુલક પર થયું છે. આ રણ મક્કડ અત્યંત ખતરનાક છે. અને તેને રોકવામાં નહીં આવે તો કચ્છના ખેડૂતોનું વરસ સાફ થઇ જશે. લખપત તાલુકાની ઉત્તરે રણ વિસ્તારમાંથી તીડના ધાડા સૂકા તાલુકામાં પ્રવેશી રહ્યા છે.
ગત અઠવાડિયે તીડના ઝુંડ પાકિસ્તાનમાં હતા. આ તીડના ટોળાં ઉત્તર-ઇશાન ખૂણાથી રણ પાર કરીને લખપતના દરિયાઇ રણ વિસ્તારના ગામડાઓમાં પહોંચ્યા છે. તેને જોઇ ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. ખેડૂતોને ડર લાગી રહ્યો છે કે, મોઢામાં આવેલો કોળિયો છીનવાઇ જશે. ગુનાઉ વિસ્તારમાં તો કેટલાય ખેતરોમાં નુકસાન પહોંચાડી દીધું છે. આ તીડ જ્યાં રાતવાસો કરે (ભાંઢો ખોડે) ત્યાં તેની ખીલમાંથી 200 બચ્ચાંને જન્મ આપે છે. તેથી જો રાત રોકાય તો બીજા દિવસે તેની સંખ્યા ચાર ગણી થઇ જાય.છે. આ તીડના મોટા જથ્થા ખેતરોમાં જ સોથ વાળશે. શરૂઆત તો થઇ ચૂકી છે. હાલમાં પણ ખેતરોમાં, ઝાડ ઉપર અને ઘાસિયા મેદાનોમાં મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે.
BSFના માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ રણમાં હરામીનાળા પાસે પણ આ તીડની સંખ્યા વ્યાપક છે. અસંખ્ય તીડ રસ્તા પર મૃત અવસ્થામાં પણ પડેલા જોયા છે. બીજીતરફ ચાલુ વરસે સારા વરસાદને પગલે સારા પાકની લીલોતરીના કારણે આવી પહોંચેલા આ તીડના ઝૂંડને ભગાડવા ખેડૂતો ખેતરોમાં દોડાદોડી કરી રહ્યા છે. ચાર ચાર વર્ષના દુષ્કાળ પછી ચાલુ વરસે સારા વરસાદથી ખેડૂતોના થયેલા સારા પાકનો ખેતીને નુકસાન થવાની ભીતિ વ્યકત થઈ રહી છે. ખેડુતોના કહેવા મુજબ અઢી દાયકા પહેલાં પણ લખપત તાલુકામાં તીડ આક્રમણ થયું હતું. 25 વર્ષ પછી આ મુસીબત લખપત તાલુકાને નડી છે. દરમિયાન ખાવડા પંથકમાં તીડનો પ્રવેશ થયો હોવાનું પણ સ્પષ્ટ થઈ રહયું છે.
દરમિયાન કચ્છ જિલ્લા ખેતીવાડી વિભાગની વિસ્તરણ ટીમે તીડના નિયંત્રણ માટે દવા છંટકાવની માહિતી અને સાહિત્ય વિતરણ કરાઇ રહ્યું છે. તીડના ઉપદ્રવને અટકાવવા તંત્ર દ્વારા સહકારી મંડળીમાં તીડ નિયંત્રણ માટે દવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા તીડ નિયંત્રણ માટે બેંડીયોકાર્બ 80% WP, ક્લોરપાયરીફોસ 20% અથવા 50% EC, ક્લોરપાયરીફોસ 20% અથવા 50% EC, ડેલ્ટામેથ્રીન 2.8 % અથવા 1.25% EC, ફ્રિપ્રોનિલ 5% SC, લેમ્બાડસાલોથ્રીન 5% EC, મેલાથીન 50% EC, 25% WP, 96% ULV નામની દવાઓનો છંટકાવ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.