- બે વર્ષ બાદ લગ્નસરાની સિઝનમાં રોનક જોવા મળી
- લગ્નના ડ્રેસ ભાડે આપતા વેપારીઓને લગ્નની આ સીઝનમાં સારો વેપાર થવાની આશા
- રૂપિયા 800થી લઈને 5000 રૂપિયાના ભાડે મળી રહે છે તમામ પ્રકારના વેડિંગ કલેક્શન
કચ્છ :છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન અનેક લોકોએ લગ્ન(Wedding season) રદ કર્યા હતા. પરિણામે લગ્નના ડ્રેસ(Wedding dress) ભાડે આપતા વેપારીઓ ધંધો ઠપ્પ થતા વેપારીને ભારે મુશ્કેલી ભોગવવી પડી હતી. ત્યારે બે વર્ષ બાદ આ વર્ષે ફરીથી લગ્નસરાની સિઝન(marriage season 2021)જામી છે અને લગ્નના ડ્રેસ ભાડે આપતાં વેપારીઓને પણ ધંધો મળી રહ્યો છે અને ફરીથી રોનક છવાઈ રહી છે.
નવી થીમ અને કાર્ય મુજબ ડ્રેસ ચાલી રહ્યો છે
છેલ્લા કેટલાક વર્ષોથી લગ્ન પ્રસંગોમાં થીમ આધારિત કપડાઓ તેમજ જુદા જુદા લગ્ન પ્રસંગોના ફંકશન મુજબ કપડા(Wedding occasions clothes) પહેરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. જેમ કે પ્રિ-વેડિંગ માટે લોંગ ટેલ ગાઉન, બ્લેઝર, હલ્દી માટે પીળા રંગના કપડા, મહેંદી માટે લીલા રંગના કપડા તેમજ સંગીત માટે કપલવેર તથા લગ્ન અને રિસેપ્શન માટેના જુદાં જુદા કપડા(Reception clothes) પહેરવાની ફેશન ટ્રેન્ડમાં છે. ત્યારે ભુજમાં આ વર્ષે આવા ડ્રેસ ભાડે આપતી દુકાનોની સીઝન સારી જશે તેવી વેપારીઓને આશા છે.
બે વર્ષ બાદ ચાલુ સિઝને ગ્રાહકોનો સારો એવો ધસારો: વેપારી
ભુજમાં છેલ્લા 25 વર્ષથી વેડિંગ ડ્રેસ(Dress for wedding occasions) ભાડે આપતા ચિંતન મહેતાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષ કોરોના કાળમાં ધંધો બંધ રાખ્યા છતાં પણ આ વર્ષે ડ્રેસના ભાડામાં મહદંશે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ વર્ષે સરકારની ગાઈડલાઈન(marriage Government guideline) મુજબ લગ્નની સિઝન ફરીથી શરૂ થતા દુકાનોમાં ગ્રાહકોનો સારો એવો ધસારો પણ જોવા મળી રહ્યો છે.
તલવાર, મોજડી, સાફો પણ મળી રહે છે ભાડે
800 રૂપિયાથી લઈને રૂપિયા 5,000 સુધીના શેરવાની, બ્લઝર, દુલ્હાની શેરવાની, દુલ્હન માટેની ચણિયાચોળી, ક્રોપ ટોપ, ક્રોસ કટ વગેરે જેવા ડ્રેસો ભાડે આપવામાં આવી રહ્યા છે. સાથે સાથે તલવાર, મોજડી, સાફો વગેરે પણ લોકો ભાડે લેતા હોય છે. ત્યારે આ વર્ષે ઇન્ડો-વેસ્ટર્ન સ્ટાઇલના કપડાની(Indo-Western style clothing) માંગ ગ્રાહકો વધારે કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ લગ્ન પહેલા શા માટે છે પીઠી ચોળવાનો રિવાજ ?
આ પણ વાંચોઃ અફઘાની લાડી અને ફ્રાન્સનો વર, આ રીતે ભારતીય બંધારણે કરાવ્યું મિલન....