- હોસ્પિટલના શ્રેય માટે હાઉસકીપીંગ અને પેશન્ટ કેરની ભૂમિકા મહત્વની
- જનરલ હોસ્પિટલમાં કાર્યરત 231 જણા હાઉસકીપિંગનો સ્ટાફ કોરોનામાં સપડાયો હતો
- કોરોનાકાળમાં હાઉસકીપિંગ સ્ટાફનો અનોખું પ્રદાન
કચ્છઃ જી.કે. જનરલ હોસ્પિટલમાં હાઉસકિપીંગ અને પેશન્ટ કેર સ્ટાફ હોસ્પિટલની સફાઈ તો કરે જ છે, પરંતુ કોરોના કાળમાં તેમનું યોગદાન સરાહનીય હતું. આવા દર્દીની સારસંભાળની સાથે કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીને કિટ પહેરાવી સબંધીને સુપરત કરવાથી લઈને તેમના અંતિમ સંસ્કાર સુધી સાથે રહીને અનોખું યોગદાન કર્યું છે.
આ પણ વાંચો- મેમનગરની અંધ કન્યા પ્રકાશ ગૃહ દૈનિક 350થી વધુ કોરોના દર્દીઓ સુધી ભોજન પહોંચાડવામાં આવી રહ્યું
કોરોનામાંથી સાજા થયા બાદ પુનઃ ફરજ પર હાજર થયા
કોરોનાના દર્દીઓની તમામ પ્રકારની સેવા કરી તમામ 231 પેશન્ટ કેર કોરોનામાં સપડાયા છતા જેવા કોરોનામાંથી મુક્ત થતા ગયા તેમ પુન: ફરજ પર લાગી ગયા. કોરોનાના દર્દીની સંભાળ, સહિત દરેક તબક્કાની તાલીમ આપવામાં આવી હતી. જો કે સફાઈ માટે તેમને તાલીમબદ્ધ કરવામાં આવે છે.
આ પણ વાંચો- કોરોના વાયરસની મહામારી વચ્ચે બનાસડેરીના કર્મચારીઓની અનોખી સેવા
અન્ય દર્દીઓને ચેપ ન લાગે એ માટે વૈજ્ઞાનિક પદ્ધતિ (Scientific method)થી સફાઈ કરાય છે
કોરોના ઉપરાંત તેઓ અગત્યનું ઈન્ફેકશન કન્ટ્રોલ (Infection control)નું કાર્ય પણ સંભાળે છે. હોસ્પિટલમાં ચેપ માટે સંવેદનશીલ ગણાતા ભાગોનું ફ્યુમિગેશન (Fumigation) તો કરે જ છે. પરંતુ, દર્દીનું લોહી, યુરીન, ઝાડા-ઉલ્ટી, વિગેરે પથારી ઉપર પડી જાય અને કોઈને ચેપ ન લાગે એ માટે વૈજ્ઞાનિક પદ્ધતિ (Scientific method)થી સફાઈ પણ કરે છે. સાથે બાયોમેડિકલ વેસ્ટ (Biomedical waste)ના સાધનોને ચોક્કસ જગ્યાએ તેના નિકાલ માટે રાખવાની કામગીરી પણ તેઓ કરતાં હોય છે. તેવું સિનિયર એક્ઝિક્યુટિવ નિશાંત જોશી અને વિશાલ શાહે જણાવ્યુ હતું.
સાચા અર્થમાં હાઉસકીપિંગ સ્ટાફ આરોગ્યના શિસ્તબધ્ધ સૈનિકો છે
આ ઉપરાંત સિનિયર એક્ઝિક્યૂટિવ કિશોર ચુડાસમા અને જૂનિયર એક્ઝિક્યૂટિવ કરણ ભટ્ટના જણાવ્યા મુજબ, હોસ્પિટલની સફાઈ તો રોજિંદી પ્રક્રિયા છે. સાથે-સાથે રૂટિન કામમાં દર્દીને નક્કી કરેલી વ્હીલચેર અથવા સ્ટ્રેચરમાં લઈ આવવા- ટેસ્ટ માટે લઈ જવા,દર્દીને કપડાં બદલવા, ખાવાનું આપવું, નર્સની સૂચના મુજબ દર્દીને દવા આપવી એ બધુ તેઓ સંભાળે છે. કેટલાક તો દર્દીને નવડાવે પણ છે. આમ, તેઓ સાચા અર્થમાં આરોગ્યના શિસ્તબદ્ધ સૈનિકો છે.