ETV Bharat / state

આદિપુર પોલીસે ગેરકાયદે 24 ટન બેઝ ઓઇલ સાથે એક શખ્સની કરી અટકાયત

આદિપુર પોલીસ દ્વારા માથક ગામની સરહદમાંથી આધાર પુરાવા વગરનો 12 લાખના બેઝ ઓઇલ સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી છે.

આદિપુર પોલીસે ગેરકાયદે 24 ટન બેઝ ઓઇલ સાથે એક શખ્સની કરી અટકાયત
આદિપુર પોલીસે ગેરકાયદે 24 ટન બેઝ ઓઇલ સાથે એક શખ્સની કરી અટકાયત
author img

By

Published : May 19, 2021, 4:57 AM IST

  • આધાર પુરાવા વગરના 24 ટન બેઝ ઓઇલ સાથે એક શખ્સ ઝડપાયો
  • પોલીસે કુલ 20 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
  • પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
  • ચોરી કે છળકપટથી 24 ટન બેઝ ઓઇલ મેળવવાનું જણાતા કરાઇ અટકાયત

કચ્છઃ આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારના માથક ગામની સરહદમાંથી ટેન્કર નંબર GJ 12 AY 9805 વાળામાંથી આધાર પુરાવા વિનાનું 24,000 લીટર (24 ટન) બેઝ ઓઈલ ચોરી કે છળકપટથી મેળવેલું હોવાનુ જણાઈ આવતાં પોલીસ દ્વારા શંભુ કાનગડ નામના શખ્સની અટકાયત કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ કચ્છમાંથી ISI એજન્ટ ઝડપાયો, પાકિસ્તાન માટે ગુપ્ત જાણકારીઓ પહોંચાડતો હતો

કુલ 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

પોલીસ દ્વારા આધાર પુરાવા વગરનો 24 ટન બેઝ ઓઇલ કિંમત 12,00,000 તથા ટેન્કર કિંમત 8,00,000 મળીને કુલ 20,00,000નો મુદામાલ જપ્ત કર્યો હતો.

આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાઇ

આદિપુર પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ CRPC કલમ-102 મુજબ ગુનો નોંધી મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.