કચ્છ: ભુજની ભાગોળે આવેલી પાલારા ખાસ જેલ એક કેદી કલ્યાણ કેન્દ્ર(Prisoner Welfare Center) તરીકે કામ કરતી આવી છે. તે પુરવાર કરે છે કચ્છના સૌથી મોટા હત્યાકાંડનો 45 વર્ષીય આરોપી 90ના દાયકામાં રાપરના સુરબાવાંઢમાં બે અલગ અલગ સમાજના જૂથો વચ્ચે થયેલા ઘર્ષણમાં 9 લોકોની હત્યા થઈ હતી. જે બાદ 16 જેટલા આરોપીઓએ 20 વર્ષની સજા ભોગવી હતી. તેમાંથી એક આરોપીએ 21 વર્ષમાં 20 સર્ટિફિકેટ કોર્સ પૂરા કરીને સમયનો સદુપયોગ(Good use of time) કર્યો હતો.
ઈરાદો મક્કમ હોય તો ગમે તે અવરોધોને ઓળંગી શકાય - આવી જ એક ઘટના ભુજની ભાગોળે આવેલી પાલારા જેલમાંથી(Palara Jail in Bhuj) 21 વર્ષની લાંબી સજા ભોગવીને બહાર નીકળેલા પાકા કામના કેદી નરસિંહ મકવાણાએ સાબિત કરી ચૂક્યા છે. કેદી નરસિંહ મકવાણા એ જેલવાસ દરમિયાન મળેલા સમયનો સદુપયોગ કરીને વિવિધ અભ્યાસના, આધ્યાત્મિકતા, હુન્નર સહિતના 20 જેટલી ડિગ્રી સર્ટિફિકેટ તેમણે મેળવ્યા હતા.
21 વર્ષ જેલમાં રહીને 20 જેટલા સર્ટિફિકેટ મેળવ્યા - 21 વર્ષ અગાઉ રાપર તાલુકાના સુરબાવાંઢ નરસિંહ મકવાણા નામનો શખ્સ હત્યાકેસમાં આવી જતા તેમને જેલવાસ ભોગવવાનો વારો આવ્યો હતો. સજા થયા પહેલા તેઓ ભુજની લાલન કોલેજમાં BAના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હતા. હાલમાં જ તેમને સુપ્રીમ કોર્ટની રાહતના કારણે પાલારા જેલમાંથી મુક્તિ મળી છે. જેલમાંથી છૂટયા ત્યારે તેમની પાસે 20 જેટલા ડિગ્રી અને વિવિધ કોર્સના સર્ટિફિકેટ સાથે હતા.
જેલમાં પૂરતું પ્રોત્સાહન મળી રહેતું - નરસિંહ મકવાણાએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, જેલમાં સાથી કેદીમિત્રો અને અધિકારીઓનો સતત સાથ મળ્યો છે અને પ્રોત્સાહિત પણ કરવામાં આવતું હતું જેથી કરીને આજે જેલમાંથી 21 વર્ષે છૂટયા બાદ 20 જેટલા કોર્સના સર્ટિફિકેટ તેમની પાસે છે.
નરસિંહે જેલમાં રહીને કર્યા અભ્યાસક્રમો - નરસિંહ મકવાણા C.C.C., CIC, CIG,CDM,CAFE, CTS,CDM, CHR, CES, CPSC, માર્ગદર્શનમાં પ્રમાણપત્ર, HIV અને કુટુંબ શિક્ષણમાં પ્રમાણપત્ર, મોડલર એમ્પ્લોયેબલ કૌશલ્યની યોજનાઓમાં રાષ્ટ્રીય પ્રમાણપત્ર પરિક્ષા(National Certification Exam) તપાસ કરેલ છે. વધારાની યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ વર્ષ 2010 માં સોસાયટી ફોર ક્રિએશન ઓફ તકો દ્વારા અંગ્રેજીમાં નિપુણતા તાલીમની આવશ્યકતાઓનું મૂલ્યાંકન તમારા કૌશલ્ય ક્લસ્ટર MS-OFFICEમાં પ્રમાણપત્ર હંસલ છે.
આ પણ વાંચો: Prisoners Bhajiya House Closed in Bhuj : પાલારા જેલના ફેમસ ભજીયા હાઉસને કેમ લાગ્યા તાળાં?
આધ્યાત્મકતાના વિષયમાં ડિપલોમાં કર્યું - ઉપરાંત ગાંધીવિચાર મનનની પરિક્ષા(Examination On Gandhian Thoughts) ફર્સ્ટ કલાસ સાથે પાસ કરેલ છે. બી.પી.પી.પરિક્ષા પાસ કરેલ છે.અજ્મલાઇ યુનિવર્સિટી દ્વારા આધ્યાત્મકતાના વિષયમાં ડિપલોમાં કરેલ છે. ગુજરાત વિધયાપીઠ યુનિવર્સિટી(Gujarat Vidyapeeth University) ઇન્સ્ટ્રુમેનટ સેન્ટરમાં હાઉસ વાયરિંગ અને રિપેરિંગનુ, દેના ગ્રામીણ સ્વ રોજગાર તાલીમ સંસ્થા ભુજ-કચ્છ દ્વારા પેપર કવર, પરબીડીયુ અને ફાઇલ મેકિંગનું સર્ટિફિકેટ પણ મેળવેલ છે.
જેલના અધિકારીઓએ પણ પ્રભાવિત થયા હતા - સાબરમતી અમદાવાદ સેન્ટ્રલ જેલ, પાલારા ખાસ જેલ, સુરત જેલમાં પણ અનેક કામોમાં મન લગાવીને આગેવાની પણ લીધી હતી અને દરેક જેલમાં ઉચ્ચ અધિકારીઓ પ્રભાવિત થયા હતા.તો ભુજની પાલારા ખાસ જેલમાંથી જ્યારે છૂટયા ત્યારે વર્તમાન અધિક્ષક રાજેન્દ્રસિંહ રાવે પણ નરસિંહ મકવાણાને શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ જેલ દરમિયાનની સિદ્ધિઓને બિરદાવી હતી.