ETV Bharat / state

Crime against police personnel : નેર ગામે થયેલા હુમલાનો આરોપી હોસ્પિટલમાંથી ફરાર થતાં 3 પોલીસ કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાયો - ભચાઉ પોલીસના 3 કોન્સ્ટેબલ સામે ગુનો

ભચાઉ તાલુકાના નેર ગામે દલિત પરિવાર પર મંદિરમાં દર્શન કરવામાં મુદ્દે થયેલ હુમલોના(Attack on Dalit in Ner village) ચકચારી બનાવમાં એક આરોપી પોલીસ હિરાસતમાં ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં દાખલ હતો. ત્યારે ત્રણ કોન્સ્ટેબલની લાપરવાહીના(Police negligence in Bhachau) કારણે આ આરોપી નાસી જતાં ભારે ચકચાર મચી જવા પામતા ત્રણેય કોન્સ્ટેબલ ગુનો(Crime against police personnel) દાખલ કરવામાં આવ્યો છે.

Crime against police personnel : નેર ગામે થયેલ હુમલાનો આરોપી હોસ્પિટલમાંથી ફરાર થતાં 3 પોલીસ કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાયો

author img

By

Published : Dec 9, 2021, 9:14 AM IST

  • નેર ગામે દલિત પરિવાર પર થયેલ હુમલો મામલો
  • પોલીસ હિરાસતમાં ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં દાખલ હતો આરોપી
  • પોલીસની લાપરવાહીના કારણે નાસી છૂટ્યો, ત્રણ કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાયો

કચ્છઃ ભચાઉ તાલુકાના નેર ગામે દલિત પરિવાર પર મંદિરમાં દર્શન કરવામાં મુદ્દે થયેલ હુમલોના(Attack on Dalit in Ner village) ચકચારી બનાવમાં એક આરોપી પોલીસ હિરાસતમાં ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં દાખલ હતો. ત્યારે પોલીસની લાપરવાહીના(Police negligence in Bhachau) કારણે આ આરોપી નાસી જતાં ભારે ચકચાર મચી જવા પામી છે. બનાવને પગલે બેદરકારી દાખવનારા ગાંધીધામ અને ભચાઉના ત્રણ કોન્સ્ટેબલ સામે લાપરવાહી દાખવવા બદલ ગુનો(Crime against police personnel) દાખલ કરવામાં આવ્યો છે.

આરોપી પર વોચ રાખવા માટે ત્રણ કોન્સ્ટેબલનો પહેરો ગોઠવ્યા હતા

મળતી માહિતી મુજબ હુમલામાં ઘવાયેલો કાના વેલા આહીર નામનો આરોપી ગાંધીધામની હોસ્પિટલમાં દાખલ હતો. જેથી પોલીસે તેની ધરપકડ કરી ન હતી. પરંતુ આરોપી પર વોચ રાખવા માટે ત્રણ કોન્સ્ટેબલનો પહેરો ગોઠવ્યો હતો. સવારે આઠ વાગ્યે ભચાઉના કોન્સ્ટેબલ રામદેવસિંહ કનુભાની ડ્યુટી પુરી થતી હતી. રિલિવર તરીકે અન્ય પોલીસ કર્મચારી ફરજ પર હાજર થાય તે પૂર્વે જ રામદેવસિંહ ઘરે ચાલી ગયા હતા.

આરોપી સહિત ત્રણ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધવામાં આવી

ઉપરાંત ગાંધીધામ બી ડિવિઝનમાં ફરજ બજાવતા સિદ્ધરાજસિંહ વિક્રમસિંહ ઝાલા સમયસર ફરજ પર પહોંચ્યા ન હતા. તેમજ પહેરામાં તૈનાત ભચાઉના કોન્સ્ટેબલ દિનેશ ગગાજી ઠાકોર પણ હોસ્પિટલમાં હાજર હતા નહીં. જેથી પોલીસ કર્મચારીઓને ગેરહાજરીનો લાભ લઈ આરોપી સરળતાથી નાસી(Accused absconding from hospital) છુટયો હતો. જેથી આરોપી સહિત ત્રણ કોન્સ્ટેબલ(Crime against 3 constables of Bhachau police) સામે ફરિયાદ નોંધવામાં આવી છે. LCB, PI એસએન કરંગિયાએ આરોપીઓની પકડવા માટે તજવીજ ચાલુ હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ ભચાઉ તાલુકાના નેર ગામમાં દલિતો પર હુમલો કરનારા વધુ 10 આરોપીઓ ઝડપાયા

આ પણ વાંચોઃ ભચાઉ: દલિત પરિવાર પર હુમલાની ઘટના, સરકારે 21 લાખ રૂપિયાની સહાય જાહેર કરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.