- પલાંસવા નજીક ST બસ અને જીપ વચ્ચે અકસ્માત
- અકસ્માતમાં 3ના મોત 8 ઇજાગ્રસ્ત
- રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિકજામ સર્જાયો હતો
કચ્છઃ પલાંસવા અને ગાગોદર વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એકસાઈડ રોડનું કામ શરૂ છે. જેથી એક જ સાઈડ પરથી બન્ને તરફનો ટ્રાફિક ચાલી રહ્યો છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પલાસંવા તરફની માર્ગની ગોલાઈ પર ST બસ અને જીપ સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ભવાન દેવા દેવીપુજક, જેઠા વેલા ભરવાડ અને ધવલ રમેશ ભરવાડ નામના ત્રણ લોકોના સ્થળ પર મોત થયા હતા. જ્યારે અન્ય આઠ લોકો ઘાયલ થયા હતા. અકસ્માતન પગલે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિકજામ થયો હતો.