ETV Bharat / state

ABVP Region Convention 2022: ભુજ ખાતે ABVPના ગુજરાત પ્રદેશના 53માં અધિવેશનનો પ્રારંભ, બબીતા ફોગાટ પણ રહ્યા ઉપસ્થિત - કચ્છમાં ભૂકંપ 2001

ભુજમાં ગુજરાતના 53માં પ્રદેશ અધિવેશન (ABVP Region Convention 2022)નો પ્રારંભ કરવામાં આવ્યો છે. 3 દિવસીય અધિવેશનને દંગલ ગર્લ બબીતા ફોગાટ (babita phogat at bhuj) સહિતના મહાનુભાવોની હાજરીમાં ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. ABVPનું પ્રદેશ અધિવેશન પહેલીવાર કચ્છમાં યોજાઈ રહ્યું છે.

ABVP Region Convention 2022: ભુજ ખાતે ABVPના ગુજરાત પ્રદેશના 53માં અધિવેશનનો પ્રારંભ, બબીતા ફોગાટ પણ રહ્યા ઉપસ્થિત

author img

By

Published : Jan 8, 2022, 10:42 PM IST

ભુજ: ભુજની આર.ડી. વરસાણી સ્કૂલ (r d varsani school bhuj)ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાતના 53માં પ્રદેશ અધિવેશન (ABVP Region Convention 2022)નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અધિવેશન પ્રથમ વખત કચ્છમાં થઈ રહ્યું છે. આ અધિવેશનના સંકૂલ (ABVP Convention complex)નું નામ ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા રાખવામાં આવ્યું છે. આજે 3 દિવસીય અધિવેશનને દંગલ ગર્લ બબીતા ફોગાટ (babita phogat at bhuj), ધારાસભ્ય કુબેર ડીંડોર, ગુજરાત પ્રદેશ ABVPના હોદ્દેદારો, વિદ્યાર્થીઓ, કચ્છના સાંસદ સહિત ધારાસભ્યોની હાજરીમાં ખુલ્લું મુકવામાં આવ્યું છે.

ABVP Region Convention 2022

સમાજ સેવામાં પણ ABVP હંમેશા સહભાગી

ABVPનું પ્રદેશ અધિવેશન પહેલીવાર કચ્છમાં યોજાઈ રહ્યું છે. ABVPનું કાર્ય વિદ્યાર્થીઓ સાથે રહીને તેમની સમસ્યાનું નિવારણ કરવાનું છે. શિક્ષણની સાથે સાથે રાષ્ટ્રીય અને સમાજ સેવામાં પણ પરિષદ હંમેશા સહભાગી થાય છે. ભારતનું ભવિષ્ય યુવાનોના હાથમાં છે. આ અધિવેશનમાં શિક્ષણથી માંડીને સામાજિક અને રાજકીય વિચારોની આપ-લે થશે.

શિક્ષણથી માંડીને સામાજિક અને રાજકીય વિચારોની આપ-લે થશે.

કોરોના મહામારીમાં ABVPએ પોતાની જવાબદારી સારી રીતે નિભાવી

ABVP વિશ્વમાં વિદ્યાર્થીઓનું સૌથી મોટૂં સંગઠન (largest organization of student) છે. વિદ્યાર્થીઓના હક માટે ઘણા વર્ષોથી કામ કરી રહ્યું છે. કોરોના મહામારી દરમિયાન પણ કાર્યકર્તાઓએ પોતાની જવાબદારી સારી રીતે નિભાવી છે. બીજી વેવ (Corona Second Wave In Gujarat)માં ગ્રામ સંજીવની અભિયાન (gram sanjivani abhiyan) હેઠળ 6,000થી વધુ ગામડાઓમાં સ્ક્રીનિંગ (Corona Testing In Villages Gujarat)નું કાર્ય કર્યું છે. તેમજ કોરોનાના વોર્ડમાં જઈ ફૂડ વિતરણ સહિતની પણ કામગીરી કરી છે. આઝાદીના 75મા વર્ષ નિમિત્તે 'એક ગામ એક તિરંગા' (One Village One tiranga)અભિયાન હેઠળ 7,000થી વધુ ગામડામાં એકી સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

ત્રીજા અંતિમ દિવસે ABVPની નવી નૂતન પ્રદેશ કારોબારીની ઘોષણા કરવામાં આવશે.

જીવનમાં સ્વામી વિવેકાનંદના વિચારો પર ચાલવું જોઈએ: બબીતા ફોગાટ

ABVP છે તે હંમેશા વિદ્યાર્થીઓ માટે જ્ઞાન, એકતા અને ચારિત્ર્યના પરિબળોને ધ્યાનમાં રાખીને કાર્ય કરે છે. 'મિશન સાહસી' હેઠળ બહેનોને સેલ્ફ ડિફેન્સની તાલીમ પણ આપવામાં આવી છે. 1998નું વાવાઝોડુ (Hurricane 1998 in kutch) હોય કે 2001નો ભૂકંપ (earthquake in kutch 2001), કુદરતી હોનારતોએ આ જિલ્લાને ઘણું નુકસાન પહોંચાડ્યું છે, પરંતુ થોડા સમયમાં આ જિલ્લો ફરીથી બેઠો થયો છે. આવી ખમીરવંતી પ્રજા સાથે ABVPનું અધિવેશન અહીં યોજાયું છે. મુખ્ય અતિથી તરીકે પધારેલા કુશ્તી બાજ અને દંગલ ગર્લ બબીતા ફોગાટે જણાવ્યું હતું કે, જીવનમાં સ્વામી વિવેકાનંદના વિચારો પર ચાલવું જોઈએ. તેમણે આપેલી શીખો હંમેશા જીવનમાં ઉતારવી જોઈએ. કોરોનાકાળે પરિવાર સાથે બેસીને કેવી રીતે સમય વીતાવી શકાય તેમજ એકી સાથે ભોજન લઈ શકાય તે શીખવાડ્યું છે. જીવનમાં સ્વાસ્થ્યનું પણ મહત્વ છે. જ્યારે તમે કોઈ પણ બાબતે લોકોને સૂચન આપો છો, ત્યારે સ્વાસ્થ્ય બાબતે પણ તેમને સમજાવવા જોઈએ.

કુશ્તી બાજ અને દંગલ ગર્લ બબીતા ફોગાટ મુખ્ય અતિથિ બન્યાં.

રાષ્ટ્રીયકક્ષાએ ચાલતા પરિષદના કાર્યક્રમોનું પ્રદર્શન

રાષ્ટ્રીયકક્ષાએ ચાલતા પરિષદના કાર્યક્રમોનું પ્રદર્શન અને ઉદ્ઘાટન સમારોહ યોજાયો છે. ત્યારબાદ જુદા જુદા સત્રો યોજાશે. આ પ્રદર્શનીમાં ગુજરાતની સંસ્કૃતિ, કચ્છની સંસ્કૃતિ, ગુજરાતના લોકનૃત્યો, ગુજરાત તથા ભારતમાં થયેલા આંદોલન તથા સ્વાતંત્ર્ય સંગ્રામ, ABVPના વિવિધ અભિયાનો તથા ABVPના વિવિધ કાર્યોનું ચિત્રો અને લખાણ મારફતે પ્રદર્શન કરવામાં આવ્યું છે.

ગ્રામ સંજીવની અભિયાન (gram sanjivani abhiyan) હેઠળ 6,000થી વધુ ગામડાઓમાં સ્ક્રીનિંગનું કાર્ય કર્યું.

આ પણ વાંચો: Kutch Corona Update: કચ્છ જિલ્લામાં આજે કોરોનાના નવા 92 કેસ નોંધાયા, 19 દર્દીઓ સાજા થયા

ABVPની નવી નૂતન પ્રદેશ કારોબારીની ઘોષણા કરવામાં આવશે

આ 53માં અધિવેશનમાં 40 જિલ્લાઓમાંથી ABVPના છાત્ર નેતાઓ અને છાત્ર પ્રતિનિધિઓ (ABVP student leaders and student representatives) મહેમાન બન્યા છે. આ અધિવેશનમાં સંપૂર્ણપણે કોરોના પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું છે. આ અધિવેશનનો મુખ્ય હેતુ ગુજરાત પ્રદેશની સામાજિક અને શૈક્ષણિક સ્થિતિને ધ્યાનમાં રાખીને અહીં આવેલા પ્રતિનિધિઓ ચિંતન-મનન કરશે, જેમાંથી નક્કી થશે કે આવનારા એક વર્ષમાં ABVPની દિશા શું રહેશે. આ ચર્ચા વિચારણાના અંતે ABVP દ્વારા શિક્ષણપ્રધાન તથા મુખ્યપ્રધાન સમક્ષ પ્રસ્તાવના મૂકવામાં આવશે. આ અધિવેશનના ત્રીજા અંતિમ દિવસે ABVPની નવી નૂતન પ્રદેશ કારોબારીની ઘોષણા કરવામાં આવશે.

ગુજરાતમાં સરકારી કોલેજો વધે તેવા પ્રયાસો પણ ABVP દ્વારા કરવામાં આવશે

ABVP હંમેશા સમસ્યાનું સમાધાન કરવા માટે આગળ આવતું હોય છે. પેપર લીક કાંડને લઇને ABVP દ્વારા અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે. આ વખતે ABVP દ્વારા દરેક કોલેજના કેમ્પસમાં જોબ ફેરનું આયોજન કરવામાં આવશે અને બેરોજગાર વિદ્યાર્થીઓને નોકરીએ લગાડવા માટે ABVP હંમેશા તત્પર હોય છે. ઉપરાંત કોરોનાકાળમાં શૈક્ષણિક કેલેન્ડર બગડી ચૂક્યું છે, પ્રવેશ પ્રક્રિયાથી લઈને પરિણામ સુધી, ત્યારે આવનારા એક વર્ષમાં વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા માટે એક નિયત સમય નક્કી કરવામાં આવે અને એજ રીતે અભ્યાસક્રમ પણ એજન્ડા પ્રમાણે ચલાવવામાં આવે તે રીતે કાર્ય કરવામાં આવશે. ગુજરાતમાં સરકારી કોલેજો વધે તેવા પ્રયાસો પણ ABVP દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચો: congress Protest at Bhuj Hospital : જી કે જનરલમાં ગરીબ દર્દીઓ લૂંટાતા હોવાની રાવ સાથે કોંગ્રેસે કર્યાં ધરણા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.