ETV Bharat / state

જાણો, આર્મીમાંથી નિવૃત્ત થયા બાદ અન્ય યુવાનોને નિ:શુલ્ક ટ્રેનિંગ આપતા જવાન વિશે - kutch daily updates

કચ્છના રાપર તાલુકાના છેવાડાના ગામ વેરસારાના વતની એવા ઉમેદસિંહ હનુભા સોઢા 2003માં ભારતીય સેનામા જોડાયા બાદ નાગાલેંડ, પંજાબ, રાજસ્થાન, અસામ બોર્ડર તથા જમ્મુ કશ્મીર જેવા સવેંદનશીલ વિસ્તારોમાં ફરજ બજાવી ચૂક્યા છે. અરુણાચલ ખાતેની ફરજ દરમિયાન યુનાઇટેડ નેશન અંતર્ગત તેમની પસંદગી થઈ હતી. પઠાણકોટ ખાતેથી 17 વર્ષ ફરજ પુર્ણ થતા નિવૃત્ત થયા હતા અને નિવૃત્તિ બાદ હાલ ભુજમાં સેવાકીય પ્રવૃત્તિમાં યોગદાન આપી રહ્યા છે.

આર્મી
આર્મી
author img

By

Published : Jul 2, 2021, 1:39 PM IST

  • ઉમેદસિંહ સરહદ પર દેશસેવા કર્યા બાદ જવાન યુવાનોને ટ્રેનિંગ આપી રહ્યા છે
  • ઉમેદસિંહ જમ્મુ કશ્મીર જેવા સવેંદનશીલ વિસ્તારોમાં ફરજ બજાવી ચૂક્યા છે
  • અરુણાચલ ખાતેની ફરજ દરમિયાન યુનાઇટેડ નેશન અંતર્ગત તેમની પસંદગી થઈ હતી

કચ્છ: કહેવાય છે ને કે, દેશની સેવા કરવા માટે સેનામાં ભરતી થતા જવાન હંમેશા દેશની સેવા માટે તત્પર રહેતા હોય છે. તે પછી સરહદ પર હોય કે નિવૃત્ત જીવન વિતાવતા હોય. ત્યારે આવુ જ એક ઉદાહરણ પુરુ પાડતા એવા આપણી ભારતીય થલ સેનાના જવાન અને કચ્છના રાપર તાલુકાના છેવાડાના ગામ વેરસારાના વતની એવા ઉમેદસિંહ હનુભા સોઢા છે. સરહદ પર દેશસેવા કર્યા બાદ જવાન યુવાનોને ટ્રેનિંગ આપી રહ્યા છે. ઉમેદસિંહ જમ્મુ કશ્મીર જેવા સવેંદનશીલ વિસ્તારોમાં ફરજ બજાવી ચૂક્યા છે.

હાલ 60 જેટલા યુવાનોને ડિફેન્સમાં જોડાવા માટે આપી રહ્યા છે ટ્રેનિંગ

2003માં ભારતીય સેનામા જોડાયા બાદ નાગાલેંડ, પંજાબ, રાજસ્થાન, અસામ બોર્ડર તથા જમ્મુ કશ્મીર જેવા સવેંદનશીલ વિસ્તારોમાં ફરજ બજાવી ચૂક્યા છે. અરુણાચલ ખાતેની ફરજ દરમિયાન યુનાઇટેડ નેશન અંતર્ગત તેમની પસંદગી થઈ હતી. તેઓએ સાઉથ આફ્રિકાના સાઉથ સુડાન ખાતે પણ નોકરીના ભાગ રુપે ફરજ બજાવેલી છે. યુવાનોને ફિઝિકલ ફિટનેસ માટેની ટ્રેનિંગ નિ:શુલ્કપણે અપાઈ રહી છે. પઠાણકોટ ખાતેથી 17 વર્ષ ફરજ પુર્ણ થતા નિવૃત્ત થયા હતા અને નિવૃત્તિ બાદ હાલ ભુજમાં સેવાકીય પ્રવૃત્તિમાં યોગદાન આપી રહ્યા છે.

ભુજ ખાતે શક્તિ ડિફેન્સ એન્ડ પોલીસ એકેડમીની સ્થાપના

ભુજ ખાતે શક્તિ ડિફેન્સ એન્ડ પોલીસ એકેડમીની સ્થાપના કરી કચ્છના યુવાનો કે જે ફિઝિકલ ફિટનેસ પરીક્ષામાં યોગ્ય માર્ગદર્શનના અભાવે ઉતિર્ણ થઇ શકતા નથી તથા જે યુવાનોને યોગ્ય માર્ગદર્શનની જરૂર હોય તેવા ઉમેદવારોને નિ:શુલ્ક ટ્રેનિંગ આપી રહ્યા છે. હાલ 60 જેટલા યુવાનો ટ્રેનિંગ લઈ રહ્યા છે. ઉમેદસિંહ તેમની સેનામાં હતા તે દરમિયાનના અનુભવો તથા ટ્રેનીંગ તેમજ ફરજ દરમિયાન શીસ્તપાલનના માર્ગદર્શનનો લાભ મેળવી ઘણા યુવાનો આર્મી તથા પોલીસ ભરતીમાં જોડાઇ ચૂક્યા છે.

યુવાનોને ફિઝિકલ ફિટનેસ માટેની ટ્રેનિંગ નિ:શુલ્કપણે અપાઈ રહી છે

પોલીસ એકેડમી દ્વારા ટી-શર્ટ ભેટ રુપે આપવામાં આવ્યા

હાલ તેમની પાસે 60 જેટલા યુવાનો ટ્રેનિંગ લઈ રહ્યા છે. યુવાનોને ઉત્સાહ મળે તે માટે તેમના દ્વારા શક્તિ ડિફેન્સ એન્ડ પોલીસ એકેડમી દ્વારા ટી-શર્ટ ભેટ રુપે આપવામાં આવ્યા હતા. બાળકોના વાલીઓએ જાતે બાળકોને પ્રોત્સાહિત કરી દેશ સેવા માટે આગળ વધારવું જોઈએ. આ ઉપરાંત ઉમેદસિંહ સોઢા દ્વારા બાળકોના વાલીઓને પણ અપીલ કરવામાં આવે છે કે, છોકરો હોય કે છોકરી તેમને જો ડિફેન્સમાં જોડાવાની ઇચ્છા હોય તો તેમને જાતે જ તેમના બાળકોને પ્રોત્સાહિત કરવા જોઈએ અને આવી રીતે જે કોઈ ટ્રેનિંગ સેન્ટર કે એકડેમી ચાલતી હોય ત્યાં યોગ્ય માર્ગદર્શન માટે મોકલવું જોઈએ.

આ પણ વાંચો: પુલવામા એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો, સેનાનો જવાન શહીદ

જાણો શું કહ્યું તાલીમ લેનાર વિદ્યાર્થીએ?

શકિત ડિફેન્સ એન્ડ પોલીસ અકેડેમીમાં તાલીમ લેતાં અજય ગઢવીએ જણાવ્યું હતું કે, અહીં યોગ્ય માર્ગદર્શન મળતાં મારા રનિંગમાં ટેકનિકલ ચેન્જીસ આવ્યા છે. જેને કારણે હું યોગ્ય રીતે દોડી શકું છું અને મારો ગોલ અચિવ કરી રહ્યો છું.

જાણો શું કહ્યું તાલીમ લેનારે વિદ્યાર્થીનીએ?

તાલીમ લઈ રહેલ વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, અહીં ટ્રેનિંગ લીધા બાદ મારી સ્કિલ એપ્રુવ થઈ રહી છે અને પહેલાં હું કોન્સ્ટેબલ બનીશ. ત્યારબાદ DSP માટે એપ્લાય કરીશ અને મારાથી બનશે એટલી દેશની સેવા કરીશ.

આ પણ વાંચો: હવે ડોગ-ક્વોડ પકડશે ગાંજો, સ્વાનને અપાશે નારકોટિક્સ અને રેસ્ક્યૂની ટ્રેનિંગ

જાણો શું કહ્યું ex આર્મીમેને?

અમે જ્યારે ભરતી થયાં હતા ત્યારે તે સમયે કોઈ માર્ગદર્શન કે ટ્રેનિંગ આપવા માટે કોઈ ન હતુ માટે નિવૃત્ત થયા બાદ યુવાનોને ટ્રેનિંગ આપવા તથા માર્ગદર્શન આપી ફોર્સમાં જોડાવા માટે પ્રોત્સાહન આપવા માટે આ એકેડેમી શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.