ETV Bharat / state

કચ્છમાં ખનીજ ચોરને પકડવા ગયેલી પોલીસ ટુકડી 150 લોકોના ટોળાએ પથ્થરમારો કર્યો, 5 ઘાયલ - gujaratpolice

કચ્છના જુણા ગામના ડુંગર પાસે ખનીજ ચોરી પકડવા પહોંચેલી પોલીસ ટુકડી પર ટોળાએ પથ્થરમારો કર્યો હતો. પોલીસ ટુકડી પર અંદાજે 100 થી 150 લોકોના ટોળાએ પથ્થમારો કર્યો હતો. જેમાં 5 લોકો ઘાયલ થયા છે.

etv bharat
etv bharat
author img

By

Published : Jun 30, 2020, 10:33 AM IST

કચ્છ: પચ્છમના જુણા ગામના ડુંગર પાસે ખનીજ ચોરી પકડવા પહોંચેલા પોલીસ ટુકડી પર ટોળાએ પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામા એક PSI અને ત્રણ કોન્સ્ટેબલ ઘાયલ થયા છે. ઘાયલ PSI સહિત અન્ય લોકોને ગંભીર ઈજા થતા ભુજ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

કચ્છમાં પોલીસ ટુકડી પર અંદાજે 150 લોકોના ટોળાએ પથ્થરમારો કર્યો

પોલીસ તરફથી મળતી વિગતો મુજબ જુણા ગામના 100 થી 150 લોકોના ટોળાએ પોલીસ પર આ હુમલો કર્યો હતો. પોલીસની ટીમ પગી સાથે ખનીજચોરોને ઝડપવા જુણા ડુંગરે પહોંચ્ચી હતી. આ દરમિયાન PSI યુવરાજસિંહ જાડેજા અને પો.કો. મહિપતસિંહ વાઘેલા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. હેડ કોન્સ. માણશી ગઢવી, ડ્રાઇવર કેસરભાઇ ચૌધરી અને પગી રાયબજી પણ ઇજાગ્રસ્ત થયા હતા.

ઘાયલોને ખાવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા હતા. પી.એસ.આઇ. જાડેજા તથા પોલીસ કોન્સ. મહિપતસિંહની હાલત વધુ ગંભીર જણાતાં ભુજ ખસેડવામાં આવ્યા છે. નાયબ પોલીસ અધીક્ષક જે.એન. પંચાલ ખાવડા દોડી ગયા હતા. જ્યારે જિલ્લા પોલીસ અધીક્ષક સૌરભ તોલંબિયા પણ ખાવડા પહોંચ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.