ETV Bharat / state

અબડાસા પેટા ચૂંટણી : કોરોના મહામારી વચ્ચે મતદાન માટે તંત્ર સજ્જ

અબડાસા પેટા ચૂંટણીમાં મંગળવારે 3 નવેમ્બરના મતદાન માટે ચૂંટણી તંત્રએ તમામ તૈયારીઓને આખરી ઓપ દીધો છે. કોરોના મહામારી વચ્ચે ચોક્કસ ગાઈડલાઈન્સના પાલન સહિતના તમામ બાબતો અંગે તકેદારી રાખવામાં આવી રહી છે. મતદાન મથક ખાતે EVM સહિતના સાધનો સામગ્રી બૂથ પર પહોંચાડી દેવામાં આવી છે. મંગળવાર સવારે 7 કલાકથી મતદાન શરૂ થશે.

અબડાસા પેટા ચૂંટણી
અબડાસા પેટા ચૂંટણી
author img

By

Published : Nov 2, 2020, 7:21 PM IST

Updated : Nov 2, 2020, 8:21 PM IST

  • મંગળવારે અબડાસાની પેટા ચૂંટણી, સવારે 7 કલાકથી મતદાન
  • કોરોના મહામારીને પગલે ચોક્કસ નિયમોનું પાલન કરવામાં આવશે
  • તંત્રએ સુરક્ષા અને સાવચેતી માટે કર્યા વિવિધ આયોજન

કચ્છ : ગુજરાત વિધાન સભાની પેટા ચૂંટણી 3 નવેમ્બરના રોજ સવારે 7 કલાકથી મતદાન યોજાશે. આ અંતર્ગત અબડાસા પેટા ચૂંટણીમાં મંગળવારે 3 નવેમ્બરના મતદાન માટે ચૂંટણી તંત્રએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. કોરોના મહામારી વચ્ચે ચોક્કસ ગાઈડલાઇન્સના પાલન સહિતના તમામ બાબતો અંગે તકેદારી રાખવામાં આવી રહી છે.

કોરોના મહામારી વચ્ચે મતદાન માટે તંત્ર સજ્જ

EVM સહિતની સામગ્રી મતદાન મથકો પર રવાના

મતદાન મથકો EVM સહિતના સાધનો સામગ્રી બૂથો પર પહોંચી ગયા છે. સવારે 7 કાલકથી મતદાન શરૂ થશે. અબડાસાના મુખ્ય મથક નલિયા ખાતે આવેલા હોથીવાંઢથી EVM સહિતની સામગ્રી અને સ્ટાફને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા છે. આ સાથે આ સાધનો અને સામગ્રી પહોંચે તે પહેલા જ મતદાન મથકોનું સેનિટાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. કોરોના મહામારીના નિયમોના પાલન માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

Abdasa by-election

કોરોનાને પગલે 7 કલાકથી શરૂ થશે મતદાન

જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી એમ. બી. પ્રજાપતીએ ETV BHARATને જણાવ્યુ હતું કે, કોરોના મહામારી વચ્ચે સાવચેતી અને સુરક્ષા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ચૂંટણી પંચની સ્પષ્ટ સૂચનાઓ પાલન સાથે કોરોના મહામારીની ગાઈડલાઈન્સ પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. મતદાન મથકોની બહાર કુંડાળા કરીને એક મિટરની અંતર પર સ્ત્રી પુરૂષ અને દિવ્યાંગ-વૃદ્ધ મતદારોની અલગ અલગ લાઈન રખાશે. આ લાઈનથી વધુ સંખ્યા થવા પર મતદારોને વેઇટિંગ રૂમમાં બેસાડવામાં આવશે. કોરોના સંક્રમણને કારણે સવારે 7 કલાકથી સાંજ 6 કલાક સુધી મતદાન થશે.

Abdasa by-election
મંગળવારે અબડાસાની પેટા ચૂંટણી, સવારે 7 કલાકથી મતદાન

શરીરનું તાપમાન વધુ હશે તો રાહ જોવી પડશે

તંત્રએ અપીલ કરતા જણાવ્યું હતું કે, મતદાર ઘરેથી માસ્ક પહેરીને આવે અને નિયમોનું પાલન કરે. મતદાન પ્રાગણમાં મતદારને હાથ સેનિટાઈઝ કરાશે. જે બાદ એક હાથ માટે ગ્લોવસ આપવામાં આવશે. ટોકન અને લાઈન મુજબ મતદાન કરાવામાં આવશે. ખાસ કરીને થર્મલ ગન વડે તાપમાન ચેક કર્યા બાદ જ મતદાન મથકમાં પ્રવેશ આપવામાં આવશે. જે મતદારનું શરીરનું તાપમાન વધારે હશે, તેમને અલગ વેઈટિંગ રૂમમાં બેસાડવામાં આવશે અને સાંજે 5 કલાક બાદ એક કલાક દરમિયાન આ મતદારો મતદાન કરશે. ચૂંટણી પંચની સૂચના મુજબ કોરોના મહામાીને પગલે સ્ટાફને કોરોના મહામારી સાવચેતી સુરક્ષાની તાલીમ આપવામાં આવી છે. N95 માસ્ક, ફેસશીટ સહિતના સાધનો દ્વારા સ્ટાફને સુરક્ષિત વાતાવરણ આપવામાં આવ્યું છે.

431 મથકો પર થશે મતદાન

અબડાસા વિધાનસભા બેઠક માટે કુલ 376 મતદાન મથકો છે. કોરોનાને પગલે એક મથકમાં 1000થી વધુ મતદારો ન રાખવાના નિયમને પગલે વધુ 55 સહાયક મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. આમ કુલ 431 મતદાન મથકો પર મતદાન થશે. સંવેદનશિલ મતદાન મથકો પર પેરા મિલટરી ફોર્સ અને વેબ કાસ્ટિંગ રાખવામા આવ્યું છે, જયારે વધારાના કેટલાક મથકો પર સતત વિડિયોગ્રાફી થશે.

Last Updated : Nov 2, 2020, 8:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.