નલિયા: હાલ કચ્છમાં ફેલાયેલા કોરોના સંક્રમણને અટકાવવા તંત્ર દ્વારા અનેક પગલા લેવાઈ રહ્યા છે. તે વચ્ચે નખત્રાણાના નાયબ કલેક્ટર દ્વારા આગામી નવરાત્રી દરમિયાન યાત્રિકો માટે કચ્છના દેશદેવીનું માતાના મઢનું મંદિર બંધ રાખવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
નખત્રાણાના નાયબ કલેક્ટર અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ પ્રવિણસિંહ જેતાવત દ્રારા બુધવારે એક જાહેરનામું બહાર પાડી આગામી આસો નવરાત્રીના સમયગાળા 13 થી 25 ઓક્ટોબર દરમિયાન મંદિર સામાન્ય યાત્રિકો માટે આ સમયગાળા દરમિયાન બંધ રાખવા આદેશ કરાયો છે઼. મંદિરમાં પુજા સાથે સંકળાયેલા પુજારી પરિવાર નિત્ય પુજન કરી શકશે઼. ઘટ: સ્થાપન અને હવન સહિતની નવરાત્રી દરમિયાન થતી પારંપારિક વિધી મંદિરમાં થઈ શકશે઼.
મંદિરમાં લાઈવ દર્શન સવારે 5 થી 13 અને બપોરે 15 થી 21 કલાક સુધી www.matanamadh.org ઉપર ઓનલાઇન કરા શકાશે. નવરાત્રી દરમિયાન માતાના મઢના સ્થાનકે 5 થી 7 લાખ જેટલા ભાવિકો આસ્થાથી શિશ ઝુકાવે છે. જેથી આ વર્ષે કોરોનાની સ્થિતિમાં તંત્ર દ્વારા નિયંત્રણાત્મક પગલા લેવાયા છે઼. પદયાત્રીઓ માટે યોજાતા સેવા કેમ્પો અને પદયાત્રા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે઼. નિયમોનો ભંગ કરનારા સામે પોલીસ ફરીયાદ દાખલ કરાશે. જેના માટે પોલીસ મથકોના હેડ કોન્સટેબલ કે તેથી ઉપરના અધિકારીઓને અધિકૃત કરાયા છે.
આથી અગાઉ નાયબ કલેક્ટર જેતાવત દ્રારા માતાના મઢ ખાતે એક બેઠક માતાના મઢ ટ્રસ્ટના ટ્રસ્ટ્રીઓ પ્રવિણસિંહ વાઢેર, ખેંગારજીભાઈ જાડેજા, માતાના મઢ સરપંચ સુરુભા જાડેજા અને પોલીસ તંત્રના અધિકારી સાથે યોજાઈ હતી઼ કચ્છના લખપત તાલુકામાં માતાના મઢ ખાતે આવેલા આશાપુરા માતાજીનું સ્થાનક કચ્છીઓની આસ્થાનું પ્રતિક છે. દર વરસે નવરાત્રી દરમિયાન કચ્છ, મુંબઈ તથા દેશના વિવિધ ભાગોમાંથી પદયાત્રા, સાયકલ કે અન્ય યાત્રીકોનો લાખોની સંખ્યામાં પ્રવાહ માતાના મઢ તરફ વહેતા મેળા જેવો માહોલ હોય છે. પરંતુ આ વર્ષે મંદિરમાં સુનકાર માહોલ જોવા મળશે.