ETV Bharat / state

Srimad Bhagavad Gita : શાળાઓમાં આ વર્ષથી ભણાવાશે ભગવદ્ ગીતાના પાઠ, ભુજના સ્વામીજી શિક્ષકોને આપશે તાલીમ

રાજ્યભરમાં હવે નવા શૈક્ષણિક વર્ષથી શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશ કરાશે. ત્યારે હવે કચ્છના મુખ્યમથક ભૂજમાં આવેલા આર્ષ અધ્યન કેન્દ્રના સ્વામી પ્રદિપ્તાનંદજી સરસ્વતીજી શિક્ષકોને શ્રીમદ્ ભગવદ્ ગીતા અંગે માર્ગદર્શન આપશે. ત્યારબાદ શિક્ષકો બાળકોને ગીતાજીના પાઠ ભણાવશે.

Srimad Bhagavad Gita : શાળાઓમાં આ વર્ષથી ભણાવાશે ભગવદ્ ગીતાના પાઠ, ભુજના સ્વામીજી શિક્ષકોને આપશે તાલીમ
Srimad Bhagavad Gita : શાળાઓમાં આ વર્ષથી ભણાવાશે ભગવદ્ ગીતાના પાઠ, ભુજના સ્વામીજી શિક્ષકોને આપશે તાલીમ
author img

By

Published : Jan 25, 2023, 4:42 PM IST

Updated : Jan 25, 2023, 5:11 PM IST

NEP 2020 અંતર્ગત ભગવતગીતા અને મૂલ્યશિક્ષણ

કચ્છઃ ગુજરાત સરકાર દ્વારા હવેથી નવા શૈક્ષણિક વર્ષથી નવી શિક્ષણ નીતિ મુજબ શાળાઓના અભ્યાસક્રમમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના પાઠનો સમાવેશ કરવામાં આવશે. ત્યારે 20 વર્ષથી કચ્છમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાજી માટે ધૂણી ધખાવી બેઠેલા આર્ષ અધ્યન કેન્દ્રના સ્વામી પ્રદિપ્તાનંદજી સરસ્વતીજી અત્યારે ચર્ચામાં આવ્યા છે. કારણ કે, સરકાર દ્વારા શિક્ષકો માટે તજજ્ઞ તરીકે સેવા આપવા માટે તેમની પસંદગી કરવામાં આવી છે.

આ પણ વાંચો ગીતા જયંતી નિમીત્તે, જૂનાગઢમાં આવેલું ગીતા મંદિરનું સમારકામ થાય તેવી ભક્તોની માગ

શિક્ષકો માટે તજજ્ઞ તરીકે સેવા આપવા આર્ષ અધ્યયન કેન્દ્રના સ્વામીજીની પસંદગીઃ આર્ષ અધ્યયન કેન્દ્ર ભુજ દ્વારા છેલ્લા 9 વર્ષથી શ્રીમદ્ ભગવદ્ ગીતા પર આધારિત પ્રતિભા સંવર્ધન સર્ટિફિકેટ કોર્સ ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 1,75,000 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ જ્ઞાનથી લાભાન્વિત થયા છે. ગુજરાત સરકાર દ્વારા આવતા વર્ષથી નવી શિક્ષણ નીતિ મુજબ શ્રીમદ્ ભગવદ્ ગીતાને કોર્સમાં સમાવવા આવી રહ્યું છે. ત્યારે ભુજની આ સંસ્થા દ્વારા કચ્છની 5 જેટલી કૉલેજોમાં વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાનું મૂલ્યલક્ષી શિક્ષણ કોર્સ તરીકે ભણાવવામાં આવ્યું છે, જેમાં 500 જેટલા વિદ્યાર્થીઓએ શ્રીમદ્ ભગવદ્ ગીતાના સેમીનારનો લાભ લીધો છે.

NEP 2020 અંતર્ગત ભગવતગીતા અને મૂલ્યશિક્ષણઃ આર્ષ અધ્યયન કેન્દ્રના અધ્યક્ષ સ્વામીશ્રી પ્રદીપ્તનાંદજી સરસ્વતીજીએ જણાવ્યું હતું કે, શ્રીમદ્ ભગવદ્ ગીતાના જ્ઞાનયજ્ઞ માટે સમગ્ર કચ્છનો વ્યાપક પ્રવાસ કરીને કચ્છની લગભગ તમામ શાળાઓ અને કૉલેજોનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે અને 9 વર્ષમાં અનેક શિક્ષકમિત્રો અને શિક્ષણપ્રેમીઓ અને અધિકારીઓના સહકારથી ખૂબ સફળતા પ્રાપ્ત કરી છે. ત્યારે NEP 2020 અંતર્ગત ભગવદ્ ગીતા અને મૂલ્યશિક્ષણ અન્વયે કાર્યશાળામાં તજજ્ઞ તરીકે સેવા માટે તેમની નિમણુક કરવામાં આવી છે.

શાળામાં અભ્યાસ દરમિયાન અને શાળા સમય બાદ પણ ભગવદ્ ગીતાના મૂલ્યો કેટલા મહત્વનાઃ તજજ્ઞ આચાર્ય સ્વામીશ્રી પ્રદીપ્તનાંદજી સરસ્વતીજીએ 2 સેશનમાં વ્યાખ્યાન આપ્યું હતું. તેમાં પ્રથમ સેશનમાં ભગવદ્ ગીતાનું રોજીંદા જીવન સાથેનું જોડાણ અને શાળામાં અભ્યાસ દરમિયાન તેમ જ શાળા સમય બાદ પણ ભગવદ્ ગીતાના મૂલ્યો કેટલા મહત્વના છે. તેની સમજણ આપવામાં આવી હતી. તો બપોર પછીના સેશનમાં ડોક્યુમેન્ટરી અને કાર્યશાળાના વિષય પરની પ્રશ્નોતરી કરવામાં આવી હતી. અને ત્યારબાદ ET અને CMDE શાખાના હેડ ડો. રક્ષાબેન ઉપાધ્યાય દ્વારા NAS;2021ના પરિણામને આધારે તૈયાર થયેલ રોડમેપનું પ્રેઝન્ટેશન તેમજ નબળી અધ્યયન નિષ્પતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ભગવદ્ ગીતા અને મૂલ્યશિક્ષણ અંગેની એક દિવસીય કાર્યશાળાઃ આ કાર્યશાળા માટેનું માર્ગદર્શન આપનારા ડાયટના પ્રાચાર્ય સંજય ઠાકરે જણાવ્યું હતુ કે, જી.સી.ઈ.આર.ટી. પ્રેરિત અને મહારાણીશ્રી ગંગાબા સાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભુજ આયોજિત નેશનલ એજ્યુકેશન પૉલિસી 2020 અંતર્ગત સમગ્ર જિલ્લાના B.R.C.Co, અને C.R.C.Co. માટે ભગવદ્ ગીતા અને મૂલ્ય શિક્ષણ અંગેની એક દિવસીય કાર્યશાળા આર્ષ અધ્યયન કેન્દ્ર, માધાપર ખાતે યોજાઈ હતી, જેમાં તજજ્ઞ તરીકે આર્ષ અધ્યયન કેન્દ્રના આચાર્ય સ્વામીશ્રી પ્રદીપ્તનાંદજી સરસ્વતીજીએ સેવા આપી હતી.

Last Updated : Jan 25, 2023, 5:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.