- કોરોની રસી પણ કોરોના સામે રક્ષણ આપી રહી
- 1લી મેથી 18થી 44 વર્ષના લોકોને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું
- રસીકરણની પ્રક્રિયા રસીની ઉપલબ્ધતાને આધારે ચાલુ
કચ્છ : કોરોના સામે લડવા SMSના પ્રોટોકોલનું પાલન એટલે કે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવો અનિવાર્ય છે. આ ઉપરાંત કોરોની રસી પણ કોરોના સામે રક્ષણ આપી રહી છે. જ્યારે ભારત સરકાર દ્વારા કોરોના સામે લડવા માટે સર્વશ્રેષ્ઠ રસીની શોધ કરવામાં આવી છે. જેની માંગ વિશ્વભરમાં છે.
સૌપ્રથમ સરકાર દ્વારા 60 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવામાં આવી હતી. ત્યારબાદ 45થી 59 વર્ષની વયના ગંભીર બિમારીવાળા લોકોને રસી આપવામાં આવી હતી. ત્યારબાદ 1લી એપ્રિલથી 45 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા લોકોને નિ:શુલ્ક રસી આપવાનું સરકારે શરૂ કર્યું હતું. 1લી મેથી 18થી 44 વર્ષના લોકોને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.
45 વર્ષથી વધુ વય ધરાવતાં 22,4074 લોકોને કોરોનાની રસી અપાઇ
વહીવટીતંત્રને કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કચ્છ જિલ્લાના 10 તાલુકાના જુદા-જુદા સેન્ટરોમાં રસીકરણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં કચ્છમાં 18થી 44 વર્ષની વયના 8,428 લોકોને રસી આપવામાં આવી છે. ત્યારે 45 વર્ષથી વધુ વય ધરાવતાં 22,4074 જેટલા લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.
આ પણ વાંચો : મહીસાગરમાં 2.89 લાખથી વધુ નાગરિકોને કોરોનાની રસી અપાઈ
ભૂજ તાલુકાના 1,257 લોકોએ રસી લીધી
18થી 44 વર્ષના વય જૂથમાં સૌથી વધારે ભૂજ તાલુકાના 1,257 લોકોએ રસી લીધી છે. જ્યારે સૌથી ઓછા રાપર તાલુકાના 475 લોકોએ રસી લીધી છે. આ ઉપરાંત 45 વર્ષથી વધુ વય ધરાવતા લોકોમાં સૌથી વધારે 58,197 લોકોએ કોરોનાની રસી લીધી છે. જ્યારે ગાંધીધામ તાલુકાના 4,482 લોકોએ રસી લીધી છે.
7મેના રોજ 5 વર્ષથી વધુ ઉંમરના 418 લોકોએ પ્રથમ રસીનો ડોઝ લીધો
7મેના રોજ કચ્છમાં 18થી 44 વર્ષની ઉંમર ધરાવતા 773 લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 418 લોકોએ પ્રથમ રસીનો ડોઝ અને 1,462 લોકોએ બીજો ડોઝ લીધો હતો.
દરેક નાગરિક પોતાની નૈતિક જવાબદારી સમજીને કોરોનાની રસીના ડોઝ લેવા માટે આગળ આવે તથા રસીકરણનો લાભ લઈને કોરોનાનું સંક્રમણ થતા અટકાવે. રસીકરણની વાત કરતા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે ઓ માઢકે ETV Bharatનેે જણાવ્યું હતું કે, હાલમાં રસીકરણની પ્રક્રિયા રસીની ઉપલબ્ધતાને આધારે ચાલુ છે અને જેમ રસીના પૂરવઠામાં વધારો થશે તેમ વધારે રસીકરણના કેમ્પ યોજવામાં આવશે.