કચ્છ : ઓનલાઈન ખરીદીના સમયમાં દુકાનદારો અને વેપારીઓ આમ પણ કપરી સ્થિતીનો સામનો કરી રહ્યા હતા. આ વચ્ચે કોરોના મહામારીને પગલે બે મહિના સુધી દુકાનો બંધ રહેતા સ્થિતી વધુ કફોડી બની છે. સમગ્ર દેશની સાથે આવી જ સ્થિતી કચ્છના ભુજના વેપારીઓની પણ છે, પરંતુ આ મહામારી સામે લડવા દેશના વડાપ્રધાને આપેલા આત્મનિભર્રતા અને લોકલ ફોર વોકલના સંદેશને ઝીલી લઈને ભુજના વેપારીઓએ નવી દિશામાં ડગ માંડ્યો છે.
ભુજના વેપારીઓને આત્મનિર્ભર એક ચેલેન્જ ભુજના વાણિયાવાડ વિસ્તારના 150 વેપારીઓ ગ્રાહકો ફાયદા સાથે વેપારની સાયકલને ફરી ચલતી કરી દેવા પ્રયાસ શરૂ કર્યો છે. ભૂજના વિવિધ 150 દુકાનો ધરાવતા વાણિયાવાડ વિસ્તારના વેપારીઓએ વાણિયાવાડ વિકેન્ટ ઓફર સાથે સુપર શનિવાર અને રોકિંગ રવિવારની ઓફર મૂકીને લોકલ ફોર વોકલ અને આત્મનિર્ભરતાને સ્વીકારીને ગ્રાહક અને વેપારી બન્નેને ધ્યાનમાં રાખીને આ સ્કીમ શરૂ કરી છે.
આ તકે વાણિયાવાડ વેપારી એસોસિએશનના સભ્ય વિરલ શેઠએ ETV BHARATને જણાવ્યું હતું કે, આ સમય પસાર કરી લેવો પડે તેવો છે. આત્મનિર્ભર થવું અને લોકલ ફોર વોકલના વડાપ્રધાનના સંદેશને ધ્યાને રાખીને આ સ્કીમ શરૂ કરાઈ છે. કોરોના મહામારી વચ્ચે બે માસથી દુકાનો બંધ હતી. લોકડાઉન બાદ અનલોક વચ્ચે લોકો હજુ બજારો સુધી પહોંચ્યા નથી. ઓનલાઈન ખરીદીનો પડકાર વેપારીઓ સામે છે. આ વચ્ચે ભાડા, પગાર, વેપાર બધી જ સાયકલ તૂટી પડી છે. આ સ્થિતીમાં બહાર નિકળવા આત્મનિર્ભર થવા અને લોકલ ફોર વોકલ માટે આ સ્કીમ બનાવાઈ છે. જેમાં વેપારી ગ્રાહકોને ફાયદો છે અને ફરી સમગ્ર બજારની સાયકલ શરૂ થઈ જશે.
આ વચ્ચે વેપારી સ્મિત શાહે ETV BHARAT સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વાણિયાવાડ વિસ્તારમાં વિવિધ 150 વેપારીઓ છે. સુપર શનિવાર અને રોકિંગ રવિવારમાં ગ્રાહકો માટે ખાસ ઓફર અને ડિસ્કાઉન્ટ રખાયા છે. ગ્રહકોને માત્ર દુકાનો મુલાકાતની અપીલ છે. ગ્રાહકો ખરીદી કર્યા વગર નહી રહી શકે તેનો વિશ્વાસ છે. ગઈકાલે રવિવારે આ સ્કીમનો મોટી સંખ્યામાં ગ્રાહકોએ લાભ લીધો હતો. વેપારીઓ સારી સર્વિસ, સુવિધા સાથે મહામારની સમયમાં સેનિટાઈઝર, સામાજિક અતર સહિતના નિયમો પણ પાળી રહ્યા છે.