કચ્છ: કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી સતત બીજા દિવસે કસ્ટમ દ્વારા ઇનપુટના આધારે કાર્યવાહી કરવામાં આવતા 22.5 ટન સોપારીનો જથ્થો કન્ટેનરમાંથી ઝડપી (A quantity arecanuts seized Mundra port) પાડવામાં આવ્યો છે.
ઓલકાર્ગો CFSમાં ઓપરેશન હાથ ધર્યું હતું
કસ્ટમની SIB શાખાએ મુન્દ્રા પોર્ટ રોડ પર આવેલા ઓલકાર્ગો CFSમાં ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં દુબઈના જેબલ અલી પોર્ટથી પ્લાસ્ટિકના ગાર્બેજ વચ્ચે છુપાવીને સોપારીની હેરાફેરી થઈ રહી હતી.
આ પણ વાંચો:Poppy Seized In Kutch: મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાઈ 3.5 કરોડની કિંમતની 25,000 કિલો ખસખસ
1.5 કરોડની કિંમતનો 22.5 ટન સોપારીનો જથ્થો ઝડપાયો
ગેરકાયદેસર આયાત થયેલ આ સોપારીના જથ્થાની કિંમત મુક્ત બજારમાં અંદાજિત 1.5 કરોડની છે. કસ્ટમની કાર્યવાહી દરમ્યાન સોપારી ભરેલી 280 બેગ પ્લાસ્ટિક પુનઃપ્રક્રિયા માટે મેટ્રોપોલીકેમ ઇન્ડસ્ટ્રીઝ નામની પાર્ટી દ્વારા આયાત કરાઈ હોવાનું બહાર આવી રહ્યું છે.
આ પણ વાંચો:sandalwood seized: ડ્રગ્સ બાદ હવે મુન્દ્રા પોર્ટ પરથી DRIએ 4 કરોડનું રક્ત ચંદન ઝડપી પાડ્યું
મંગળવારે ખસખસનો જથ્થો ઝડપાયો હતો
આ અગાઉ મુન્દ્રા પોર્ટ પરથી રક્ત ચંદન, કેફી દ્રવ્યો અને મંગળવારે ખસખસનો જથ્થો ઝડપાયો હતો, ત્યારે હવે સોપારીની ગેરકાયદેસર મિસડિકલેરેશન થકી હેરાફેરી કરવામાં આવી રહી છે.