ETV Bharat / state

Kutch Plant species : કચ્છના મોટા રણમાં ભારતમાં પહેલીવાર જોવા મળેલી વનસ્પતિ , કેવા રંગરુપ અને ઉપયોગ જાણો

બહુરત્ના વસુંધરાનું સૂત્ર યાદ આવી જાય એવી માહિતી સામે આવી છે. દક્ષિણ આફ્રિકા અને પેલેસ્ટાઈનમાં જોવા મળતી વનસ્પતિની પ્રજાતિ સાલસોલા ઓપોઝિટીફોલિયા આપણાં કચ્છના મોટા રણમાં જોવા મળી છે. તેના પર રિસર્ચ થઇ રહ્યું છે તેવામાં આ પ્રકારની વનસ્પતિને ભારતમાં પ્રથમ વખત મળી આવેલી વનસ્પતિ હોવાનું જણાવાયું છે.

Kutch Plant species : કચ્છના મોટા રણમાં ભારતમાં પહેલીવાર જોવા મળેલી વનસ્પતિ , કેવા રંગરુપ અને ઉપયોગ જાણો
Kutch Plant species : કચ્છના મોટા રણમાં ભારતમાં પહેલીવાર જોવા મળેલી વનસ્પતિ , કેવા રંગરુપ અને ઉપયોગ જાણો
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 16, 2023, 2:44 PM IST

ગાંધીનગર : દુનિયામાં હજારો કરોડ પ્રકારની વનસ્પતિઓ છે કે જે ફક્ત અમુક જગ્યા ઉપર જ જોવા મળે. ત્યારે એટલી ઉત્તર આફ્રિકા અને પેલેસ્ટાઈન જેવા દેશમાં જોવા મળતી વનસ્પતિ ગુજરાતના કચ્છના મોટા રણમાં જોવા મળી છે. આ વનસ્પતિને લઇને બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા પણ ખાસ સર્વે કરવામાં આવ્યો હતો અને તેના સર્વેમાં પણ આ વનસ્પતિ માટે ભારતમાં પ્રથમ હોવાની નોંધ લેવામાં આવી છે.

કેવી છે એ વનસ્પતિ : વનસ્પતિની વાત કરવામાં આવે તો નવી વનસ્પતિ પ્રજાતિ વિશે સંશોધકો અને પ્લાન્ટ ડિસ્કવરી કે જે બોટેનિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે તેમાં જણાવવા પ્રમાણે આ વનસ્પતિ ખારી જમીન અને શુષ્ક પ્રદેશમાં ઉગવાવાળી બારમાસી અને રસદાર નાનું રૂપ છે. જેની ઊંચાઈ લગભગ એકથી બે મીટરની જ હોય છે અને તેના પ્રકાંડની સપાટી ચમકદાર સુવાળી અને લીસી હોય છે. જ્યારે તેના પણ પ્રકાંડની ગાંઠ ઉપર એકબીજાની વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી હોય છે. જેના પરથી તેનું વૈજ્ઞાનિક ભાષામાં સાલસોલા ઓપોઝિટીફોલિયા પાડવામાં આવ્યું છે અને આ વનસ્પતિમાં ઓક્ટોબરથી જાન્યુઆરી મહિના સુધીમાં પીળા રંગના ફૂલ પણ આવે છે.

કચ્છના મોટા રણમાં સાલસોલા ઓપોઝિટીફોલિયા
કચ્છના મોટા રણમાં સાલસોલા ઓપોઝિટીફોલિયા

ભારતમાં અગાઉ 5 પ્રજાતિઓ શોધાયેલ છે : બોટેનિકલ સર્વે ઓફ ઇન્ડિયાના તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે સાલ સોલા ઓપોઝિટીફોલિયા ડેસ એફ એ ભારતમાં શોધાયેલ સુધા જાતિની છઠ્ઠી પ્રજાતિ છે અને અત્યાર સુધીમાં ભારતમાં પાંચ પ્રજાતિઓ શોધવામાં આવી છે. અગાઉની વાત કરવામાં આવે તો સાલસોલા કાલી સાલસોલા હાથમની, સાલ સોલા મોનો પેટ્રા, સાલસોલા બાયરોસમાં અને ગોલ્ડ મેટ્રાની પ્રજાતિઓ હાલમાં શોધાઇ છે. જ્યારે હવે આ કચ્છના મોટા રણમાં સાલસોલા ઓપોઝિટીફોલિયા જે છઠ્ઠી પ્રજાતિ કચ્છના મોટા રણમાં સામે આવી છે. તેના ઉપર વધુ રિસર્ચ હાથ ધરવામાં આવ્યું છે અને ફાર્માસ્યુટિકલમાં ઉપયોગમાં આવે તે રીતનું રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. ગીર ફાઉન્ડેશન દ્વારા પક્ષીઓની પ્રજાતિઓનું નિવાસસ્થાન અને પક્ષીઓ બાબતે અભ્યાસ કરવામાં આવશે.

આ વનસ્પતિની પ્રજાતિની શોધ જે વિસ્તારમાં થયેલ છે તેના મહત્વના કારણે ઘણી નોંધપાત્ર છે. કચ્છના રણ અને તેની રણકાંધીના વિસ્તારો ભારતીય ઘુડખરના નિવાસસ્થાન ઉપરાંત ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર દ્વારા ભયગ્રસ્ત પ્રજાતિઓની સૂચિમાં સમાવિષ્ટ ઘણી પ્રજાતિઓ છે. જ્યારે કચ્છનું મોટું રણ એ આંતરરાષ્ટ્રીય સ્થળાંતરિત પ્રજાતિઓ સહિત મોટી સંખ્યામાં પક્ષીઓની પ્રજાતિઓઓનું નિવાસસ્થાન છે ત્યારે નવી વનસ્પતિ પ્રજાતિઓની શોધ કચ્છના મોટા રણની જૈવ વિવિધતા વિશે પણ વધુ તપાસ કરવામાં આવશે. આમ આના કારણે કયા આંતરરાષ્ટ્રીય પક્ષીઓ કચ્છના રણમાં આવે છે તે બાબતે સંશોધન કરવામાં આવશે...આર.કે. સુગુર (નિયામક, ગીર ફાઉન્ડેશન )

સોડા એસ બનવવા માટે વિશેષ ઉપયોગ : કચ્છના રણમાં જે નવી વનસ્પતિની પ્રજાતિ સામે આવી છે તેના ઉપયોગની વાત કરવામાં આવે તો તેનો સોડા એસના રો મટીરીયલ બનાવવા માટેનો ખૂબ જ મોટો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ફાર્મા ક્વોલોજીકલમાં પણ આ વનસ્પતિનો ઉપયોગ થઈ શકે તેમ છે. સાથે જ કચ્છમાં વનસ્પતિની નવી પ્રજાતિ મળી છે તે ભારતમાં પ્રથમ વખત સામે આવી છે. આ વનસ્પતિ બાબતે હજુ પણ રિસર્ચ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

  1. Conocarpus Tree: અમેરિકન મૂળની કોનોકાર્પસ વનસ્પતિને ઉગાડતા પહેલા જાણો તેના કેટલા ગેરફાયદા
  2. Nagli Plant: નાગલી વનસ્પતિ સ્વાસ્થ્યમાં માટે છે લાભકારી જાણો કેવી રીતે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.