- કચ્છમાં ભુકંપના આંચકાઓનો સિલસિલો યથાવત
- બપોરે 12:43 વાગ્યે 3.9ની તીવ્રતાનો આંચકો નોંધાયો
- ભચાઉથી 19 કિલોમીટર દૂર ભુકંપનું કેન્દ્રબિંદુ
કચ્છ : જિલ્લામાં 2001માં મહા ભૂકંપ બાદ શરૂ થયેલા નાના મોટા ભૂકંપનો સિલસિલો આજ દિન સુધી અવિરત ચાલું જ રહ્યો છે. આજે રવિવારે બપોરે 12:43 કલાકે 3.9ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકા( EARTHQUAKE IN KUTCH )થી કચ્છના વાગડ પંથક ભચાઉ, ગાંધીધામ, રાપર અને દુધઈ સુધી ધરા ધ્રુજી ઊઠી હતી. આ ઉપરાંત, પશ્ચિમ કચ્છનાં ભુજ તાલુકામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 19 કિમી દૂર નોર્થ નોર્થ ઈસ્ટમાં નોંધાયું હતું.
આ પણ વાંચો: કચ્છ ભૂકંપ સમયથી જ મોદીએ આપ્યો હતો આત્મનિર્ભરતા સંકલ્પ, વાઈરલ ફોટો સાથેના સંસ્મરણ વાગોળતાં કચ્છી
3.9ની તીવ્રતાના આંચકાથી ધરા ધ્રુજી
જિલ્લામાં રવિવારે બપોરે 12:43ના સમયગાળા દરમિયાન રિક્ટર સ્કેલ પર 3.9ની તીવ્રતાના નોંધાયેલા આંચકાથી કચ્છમાં લોકો ગભરાઈ ગયા હતા અને શહેર તથા ગ્રામ્ય વિસ્તારના લોકો સજાગ બની ગયા હતા. ભચાઉથી 80 કિલોમીટર દૂર ભુજ તાલુકામાં પણ આ આંચકો અનુભવાયો હતો અને 3.9ની તીવ્રતાનો હોવાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
આ પણ વાંચો: અંજારમાં 20 વર્ષે પણ નથી બન્યો વીરબાળ ભુમિ સ્મારક, ભુંકપની વરસીએ 185 દિવંગતોને શ્રદ્ધાંજલિ