ETV Bharat / state

શું તમે ક્રિકેટ મેચમાં ક્યારેય સંસ્કૃત ભાષામાં લાઈવ કોમેન્ટ્રી અંગે વિચાર્યું છે? જાણો ભુજમાં ક્રિકેટ મેચ દરમિયાન શું બન્યું - tournament at Jubilee Ground in Bhuj

ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટમાં (Cricket Tournament in Bhuj) અલગ અંદાજમાં કોમેન્ટ્રીમાં (Cricket Commentary in Sanskrit) જોવા મળી હતી. આ મેચ દરમિયાન સંપૂર્ણ કોમેન્ટ્રી સંસ્કૃત ભાષામાં કરવામાં આવી હતી.

શું તમે ક્રિકેટ મેચમાં ક્યારેય સંસ્કૃત ભાષામાં લાઈવ કોમેન્ટ્રી અંગે વિચાર્યું છે? જાણો ભુજમાં ક્રિકેટ મેચ દરમિયાન શું બન્યું

author img

By

Published : Feb 16, 2022, 12:22 PM IST

કચ્છ : આપે અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, કચ્છી કે પછી અન્ય સ્થળોએ સ્થાનિક ભાષામાં ક્રિકેટ કોમેન્ટ્રી (Cricket Tournament in Bhuj) સાંભળી હશે. પરંતુ શું આપે ક્યારેય સંસ્કૃત ભાષામાં લાઈવ કોમેન્ટ્રી (Cricket Commentary in Sanskrit) અંગે વિચાર્યું છે?. જી હા, કચ્છના સંસ્કૃત ભારતીના સંયોજક દ્વારા ભુજની એક ક્રિકેટ મેચ દરમિયાન સંસ્કૃતમાં લાઈવ કોમેન્ટ્રી કરવામાં આવી હતી. તેને લઈને મેચમાં ભાગ લેનારા, ટુર્નામેન્ટના આયોજકો તેમજ પ્રેક્ષકો રોમાંચિત થયા હતા. આ ઉપરાંત સંસ્કૃત ભાષાની કોમેન્ટ્રી પ્રેક્ષકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

ભુજના યુવાન દ્વારા ક્રિકેટ મેચ દરમિયાન સંસ્કૃતમાં લાઈવ કોમેન્ટ્રી કરવામાં આવી

શું તમે ક્રિકેટ મેચમાં ક્યારેય સંસ્કૃત ભાષામાં લાઈવ કોમેન્ટ્રી અંગે વિચાર્યું છે?

ભુજના જ્યુબિલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજના યુવા પાંખ દ્વારા ગત સપ્તાહથી યુથ પ્રીમિયર લીગ નામથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં એક દિવસ માટે ભુજના યુવા અમિત ગોર દ્વારા સંસ્કૃતમાં (Cricket Tournament in Bhuj Commentary in Sanskrit) લાઈવ કોમેન્ટ્રી કરવામાં આવી હતી. આયોજકોએ અમિત ગોરને સંસ્કૃતમાં લાઈવ કોમેન્ટ્રી કરવા વિનંતી કરી હતી. જેથી અમિત ગોર રસ દાખવીને સંસ્કૃતમાં લાઈવ કોમેન્ટ્રી કરી હતી.

સંસ્કૃતમાં કોમેન્ટ્રી સાંભળીને પ્રેક્ષકોને પણ થોડીવાર માટે નવાઈ લાગી

સંસ્કૃતમાં કોમેન્ટ્રી સાંભળીને પ્રેક્ષકોને પણ થોડીવાર માટે નવાઈ લાગી હતી. પરંતુ થોડા સમયમાં લોકોને રમત કરતાં કોમેન્ટ્રીમાં વધુ મજા આવવા લાગી હતી. પ્રેક્ષકોના ઉત્સાહને જોઈને હવે આયોજકો ટૂર્નામેન્ટની ફાઈનલ (Tournament at Jubilee Ground, Bhuj) મેચમાં ગોર પાસે ફરીથી સંસ્કૃત ભાષામાં કોમેન્ટ્રી કરાવશે. તેવું બ્રહ્મ સમાજની યુવા પાંખના પ્રમુખ અનિક જોષીએ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ IPL 2022: ચેતન સાકરીયાનો સંઘર્ષ તેનું શિક્ષણ અને ક્રિકેટ પર મામાની રસપ્રદ વાત

સંસ્કૃતમાં કોમેન્ટ્રી કરતી વખતે ઉપયોગમાં લેવાયેલા શબ્દો

લાઈવ મેચ દરમિયાન સંસ્કૃતમાં કોમેન્ટ્રી (Live commentary in Sanskrit) કરતી વખતે ઉપયોગમાં લેવાયેલ શબ્દો અંગે વાતચીત કરતા ગોરે જણાવ્યું હતું કે, સંસ્કૃતમાં ક્રિકેટને क्रिकेटक्रीडा અથવા कंदूकक्रीडा કહેવામાં આવે છે. ક્રિકેટની પીચને क्षिप्या, બેટને वैट, બોલને कंदुकम, વિકેટકીપરને स्तोभरक्षकः કહેવામાં આવે છે. એવી જ રીતે अवक्षिप्तम (Short pitch), गृहीतः (Catch out), स्तोभितः (Stump out), धाविन्नष्टम (Run out), गेंदितः (Bold), पादवाधा (LBW), अपकंदुकम (Wide ball), नोकंदुकम (No ball), वेधः (Hit), चतुष्कम (Four), षठकम (Six), धावनम (Run), निर्णायकः (Umpire), वल्लकः (Batsman), गेंदकः (Bowler), चक्रगेंदकः (Spinner), स्तोभः (Wicket), पर्यासः (Over), घातगेंदु (Bounce), वेद्यम (Target) વગેરે શબ્દોનો પ્રયોગ લાઈવ કોમેન્ટ્રી દરમિયાન કરવામાં આવ્યો હતો.

"જો તમે ભાષાને પ્રેમ કરો છો તો ભાષાને સંભાળવાની જવાબદારી પણ તમારી જ છે"

સંસ્કૃતમાં કોમેન્ટ્રી અંગે Etv Bharat અમિત ગોરે જણાવ્યું હતું કે, તેઓ પોતે વ્યવસાયે શિક્ષક છે. તેમણે પોતે શાળા દરમિયાન ક્યારેય સંસ્કૃતનો કોઈ ખાસ અભ્યાસ કર્યો ન હતો, પરંતુ સંસ્કૃત ભારતી સંસ્થાના સંસ્કૃત વર્ગો ભરવાનું શરૂ કર્યું અને આજે તેઓ સંસ્થામાં જોડાયેલા અન્ય લોકોને સંસ્કૃત બોલતા શીખવે છે. ઉપરાંત આ સંસ્કૃત ભાષાનું સંરક્ષણ કરવું પણ અનિવાર્ય છે. સંસ્કૃત ભાષા છે તે ખૂબ સરળ છે અને જો તમે ભાષાને પ્રેમ કરો છો તો ભાષાને સંભાળવાની જવાબદારી પણ તમારી જ છે.

આ પણ વાંચોઃ BCCI નવી નેશનલ ક્રિકેટ એકેડમી તૈયાર કરી રહ્યું છે, મબલખ સુવિધાઓ હશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.