- જખૌ દરિયાઈ સીમા પરથી એક બિનવારસુ શંકાસ્પદ બોક્સ અને વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો
- સુરક્ષા એજન્સીઓ બની એલર્ટ, આસપાસના વિસ્તારમાં શરૂ કાર્યો સર્ચ ઓપરેશન
- ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડની ટીમ સ્થળ પર પહોંચી
કચ્છ: ખીદરત બેટ પર સંદિગ્ધ હાલતમાં એક પતરાની પેટી પડી હોવાનું સુરક્ષા એજન્સીઓના ધ્યાન પર આવ્યું હતું. ઘટનાની જાણ થતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. હાલ પેટીને વધારે તપાસ કરવા માટે ત્યાં જ રાખવામાં આવી છે. પતરાની પેટીમાં કોઈ ભયજનક પદાર્થ કે વસ્તુ છે કે નહીં તેની તપાસ માટે ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડની મદદ લેવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ આ ખીદરત બેટ પરથી નશીલા પદાર્થનું પેકેટ મળ્યું હતું