કચ્છ: વૈશ્વિક મહામારી કોરોનાનું સંક્રમણ (Omicron cases Kutch) ફરીથી વધી રહ્યું છે અને દિવસેને દિવસે પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. ઉપરાંત કોરોના વાઈરસનો નવો વેરિયન્ટ ઓમિક્રોન પણ દેશમાં પગપેસારો કરી રહ્યો છે. કચ્છ જિલ્લામાં કોરોના વાઈરસનાં સંક્રમણની વાત કરવામાં આવે તો શનિવારે 87 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા વધીને 627 પહોંચી છે. તો 21 દર્દીને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. નવા વેરિયન્ટ ઓમિક્રોનના જિલ્લામાં કુલ 7 કેસો નોંધાયા છે.
627 એક્ટિવ પોઝિટિવ કેસ
જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનાં 13,877 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ મહામારીમાં સરકારી ચોપડા મુજબ 282 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તો જિલ્લામાં 627 એક્ટિવ પોઝિટિવ કેસ છે. આજ સુધી સાજા થઈ રજા આપેલા કેસ 13,216 છે તથા આજ સુધી ઓમિક્રોનના 7 કેસ નોંધાયા છે.
જિલ્લામાં 62 કેસો અર્બન વિસ્તારમાં તથા ગ્રામ્ય વિસ્તારમાં 25 કેસ
આજે કચ્છ જિલ્લામાં નોંધાયેલા 87 પૈકી 62 કેસ અર્બન વિસ્તારમાં નોંધાયા છે, જ્યારે 25 ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયા છે. ગાંધીધામ તાલુકામાં સૌથી વધારે 36 કેસ નોંધાયા છે. તો ભુજ તાલુકામાં 21, ભચાઉ તાલુકામાં 13, મુન્દ્રા તાલુકામાં 12, લખપત અને માંડવી તાલુકામાં 2-2 કેસ, અબડાસા તાલુકામાં 1 કેસ નોંધાયા છે તથા શનિવારે કચ્છ જિલ્લામાં કુલ 21 દર્દીઓને સ્વસ્થ થતા ઘરે પરત મોકલવામાં આવ્યા છે. જેમાંથી 11 દર્દીઓ ભુજ તાલુકાના છે, 7 દર્દી અંજાર તાલુકાના, 2 દર્દી ભચાઉ તાલુકાના તો 1 દર્દી ગાંધીધામ તાલુકાનો છે.
ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલા 25 કેસની વિગત
ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલા 25 કેસો પૈકી કંડલામાં 11, મદનપુરામાં 2, માધાપરમાં 2, આમરડીમાં 2, છેરમાં 2, સુથરીમાં 1, મોરગરમાં 1, નારાણપરમાં 1, માનકુવામાં 1, મોટી ખાખરમાં 1, નાના કપાયામાં 1 પોઝિટિવ કેસ નોંધાયા છે.
- આજના કોરોના કેસ: 87
- જિલ્લાના કોરોનાના એક્ટિવ: 627
- જિલ્લાના કુલ કેટલા કેસ: 13,877
- ઓમિક્રોનના આજના કેસ: 00
- ઓમિક્રોનના એક્ટિવ કેસ: 00
- આજ સુધી ઓમિક્રોનના નોંધાયેલ કેસ: 07
- આજનો મૃત્યુઆંક: 00
- જિલ્લાનું કુલ મૃત્યુ: 282
- કેટલા લોકો આજે સ્વસ્થ થયા : 21
- કુલ કેટલા લોકો સ્વસ્થ થયા : 13,216
- કુલ વેક્સિન : 1st Dose: 16,10,025
- 2nd Dose: 14,44,934
- Precaution Dose: 17,222
આ પણ વાંચો: End Of Covid: શું કોવિડ રોગચાળાનો અંત નજીકમાં છે?
આ પણ વાંચો: ઓમિક્રોન સાથે લાંબા સમય સુધી કોવિડ ઓછું રહેવાનું કોઈ કારણ નથી: નિષ્ણાતો