ETV Bharat / state

કચ્છ કોરોના અપડેટ:15 એપ્રિલે 81 કેસ નોંધાયા, 3 લોકોના મોત

કચ્છમાં કાબૂ બહાર જઇ રહેલા કોરોનાના કેસનો આંક હવે દૈનિક વિક્રમ તોડી રહ્યો છે. ગુરૂવારે સર્વાધિક 81 કેસ પોઝિટિવ આવ્યા હતા. જેમાં ભુજના 25, ગાંધીધામમાં 6, અંજારમાં 20 અને રાપરમાં 1, ભચાઉમાં 12, માંડવીમાં 7, લખપતમાં 2, નખત્રાણામાં 4, અબડાસામાં 3 અને મુન્દ્રામાં 1 કેસ નોંધાયા છે. સતત ત્રીજા દિવસે ત્રણ દર્દીના જીવનદીપ કોવિડના કારણે બુઝાયા હતા. કેસ કૂદકે ને ભૂસકે વધવાની સાથે સક્રિય દર્દીનો આંકડો ઝડપભેર 546 પર પહોંચ્યો છે તો અત્યાર સુધી તંત્રના ચોપડે 98 મોત થયા છે.

ભુજમાં સૌથી વધુ 25 કેસ નોંધાયા
ભુજમાં સૌથી વધુ 25 કેસ નોંધાયા
author img

By

Published : Apr 15, 2021, 10:15 PM IST

  • ગુરૂવારે સર્વાધિક 81 કેસ નોંધાયા, 3 લોકોના મોત
  • વેક્સિનેશનનો આંક 2 લાખ પહોંચ્યો
  • પાંચ દિવસમાં 310 કેસ, 12 લોકોના મોત
  • ભુજમાં સૌથી વધુ 25 કેસ નોંધાયા

કચ્છ: રવિવારથી વિકરાળ પંજો ફેલાવી રહેલા કોવિડના વાઈરસની ચપેટમાં વધુને વધુ લોકો આવી રહ્યા છે. બુધવારે આ ક્રમ જારી રહ્યો હતો અને અત્યાર સુધીના સૌથી વધુ 81 દર્દીના RTPCR ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. ભુજ એપીસેન્ટર બની રહ્યું હોય તેમ શહેરના 19 તેમજ તાલુકાના 6 મળીને કુલ 25 લોકો સંક્રમિત થયા હતા. ત્યાર બાદ અંજારમાં 20ના રિપોર્ટમાં કોવિડ પોઝિટિવ હોવાનું જણાયું હતું. ગાંધીધામમાં 6 તો રાપરમાં 1 દર્દી સંક્રમિત થયા હતા.

આ પણ વાંચો: કચ્છ : કોરોના સંક્રમણ વધારો, ભુજ તંત્રે વિવિધ ટીમ બનાવી કામગીરી હાથ ધરી

તંત્ર દ્વારા માટે RTPCR પોઝિટિવના આંકડા જાહેર કરાય છે

તંત્ર દ્વારા માત્ર RTPCR પોઝિટિવના આંકડા જાહેર કરાય છે. રેપિડ એન્ટીજન ટેસ્ટમાં કેટલા સંક્રમિત છે તેની વિગતો આપવામાં આવતી નથી. ત્યારે બન્ને પરીક્ષણના આંકડા જોડીએ તો ચિત્ર સ્પષ્ટ થાય છે. છેલ્લા કેટલાક સમયથી કોવિડના દર્દીઓ વધી રહ્યા છે. તેની સામે સાજા થવાનો આંક ઘટી રહ્યો છે. પરિણામે સક્રિય દર્દી 546 થયા હતા. ગુરૂવારે 26 લોકો સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી ઘરે પરત ફરવાની મંજૂરી આપવામાં આવી હતી. ગયા વર્ષે માર્ચ મહિનાથી કચ્છમાં પ્રવેશેલા કોવિડના દર્દીનો કુલ આંક 5,674 પર પહોંચ્યો છે. જે પૈકી 5,016 સ્વસ્થ થઇ ગયા છે. ગુરુવારે તંત્ર દ્વારા વધુ 3 મોત જાહેર કરાયા હતા.

આ પણ વાંચો: કચ્છમાં કોરોના અટકાવવા કોર કમિટી બનાવવામાં આવી, દૈનિક 2500થી વધુ ટેસ્ટ કરવાના ચાલુ

પાંચ દિવસમાં 310 કેસ, 12 મોત

ખતરનાક રીતે ફેલાઇ રહેલી કોરોનાની બીજી લહેરમાં મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થઇ રહ્યા છે. 11 એપ્રિલે 53 પોઝિટિવ અને 1 મોત, 12 એપ્રિલે 50 સંક્રમિતની સામે 2 મોત, 13 એપ્રિલે 58 પોઝિટિવ અને 3 મોત અને 14 એપ્રિલે 68 પોઝિટિવ અને વધુ 3 મોત અને ગુરુવારે વિક્રમજનક 81 પોઝિટિવ અને 3 મોત સાથે પાંચ દિવસમાં 310 લોકો સંક્રમિત થયા છે. 12 લોકોએ સારવાર દરમિયાન દમ તોડી દીધો છે. જે સ્થિતિ કેટલી ગંભીર છે તે સૂચવી જાય છે.

વેક્સિનેશનનો આંક 2 લાખ પહોંચ્યો

ગુરૂવારે તમામ તાલુકા મથકોએ રસીકરણ અભિયાન આગળ ધપ્યું હતું અને દિવસના અંતે 1,669 લોકોએ વેક્સિન લીધી હતી. જેમાં સૌથી વધુ ભુજ તાલુકાના 478 અને સૌથી ઓછા ભચાઉ તાલુકામાં 0નો સમાવેશ થાય છે. કચ્છમાં અત્યાર સુધી 2,01,412ને કોવિશિલ્ડ વેક્સિન અપાઇ છે. આમ આજે આ આંકડો બે લાખને પાર કરી ચૂક્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.