કચ્છઃ ખાવડા નજીક પશ્ચિમ વિસ્તારના ગોરા ડુંગર નજીક ખનીજ ચોરોને પકડવા ગયેલી પોલીસ ટુકડી પર હુમલાની ઘટના પોલીસે 8 આરોપીઓને ઝડપી લેવાયા છે. જ્યારે અન્ય આરોપીને ઝડપી પાડવા માટે પોલીસની વિવિધ ટીમો કામે લાગી છે. સોમવારે પોલીસ પર 200થી વધુ લોકોના ટોળાએ પથ્થરમારો કર્યો હતો.
પોલીસ પર હુમલાનો ઘટનાક્રમ
- કચ્છમાં ખનીજ ચોરોને પકડવા ગયેલી પોલીસ ટુકડી 150 લોકોના ટોળાએ પથ્થરમારો કર્યો
- આ હુમલામાં એક PSI અને ત્રણ કોન્સ્ટેબલ સહિત 5 લોકો ઘાયલ
- કચ્છના પચ્છમના જુણા ગામના ડુંગર પાસે ખનીજ ચોરી પકડવા પહોંચેલા પોલીસ ટુકડી પર ટોળાએ પથ્થરમારો કર્યો
- ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ભુજની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા
- હુમલો કરનારા 8 આરોપીને ઝડપાયા
- પોલીસની બહાદુર ટીમને રૂપિયા 3000નું ઇનામ
પોલીસ પર આ હુમલાની ઘટનામાં ખાવડા PSI સહિતના 5 લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે ભુજ ખસેડવામાં આવ્યા હતા. મંગળવારે કચ્છ બોર્ડર રેન્જ IG સુભાષ ત્રિવેદી અને ભુજ SP સૌરભ તોલંબિયા ઈજાગ્રસ્ત પોલીસ જવાનોની મુલાકાત લીધી હતી. બહાદુરી પૂર્વકની કામગીરી માટે રૂપિયા તેમને રૂપિયા 3000નું ઇનામ પણ આપ્યું હતું.
રેન્જ IG સુભાષ ત્રિવેદીએ પત્રકારોને જણાવ્યું હતું કે, આ ઘટનામાં આરોપીઓ સામે 307 સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જ્યારે વિવિધ ટીમો આરોપીઓને ઝડપી લેવાની કાર્યવાહી કરી રહી છે.