ETV Bharat / state

કચ્છના માંડવી દરિયામાં 4 ડૂબ્યા, 1નું મોત હજૂ 1 લાપતા - માંડવી

કચ્છઃ જિલ્લાના માંડવી દરિયાકાંઠે જન્માષ્ટમીની પૂર્વસંધ્યાએ બે અલગ-અલગ ઘટનાઓમાં ચાર યુવાનો ડુબી ગયા હતા. જેમાં એકનું મોત થયું છે, અન્ય બે યુવાન હજુ પણ લાપતા છે. ત્યારે ઘટનાને લઈ સોશિઅલ મીડિયા પર 25 લોકો ડુબી ગયા હોવાનું અને પાંચ લોકોના મોતની અફવાથી ફેલાઈ રહી હતી. જેના કારણે જિલ્લાભરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ પોલીસે ઘટનાની પુષ્ટી કરીને લોકોની ચિંતાનું સમાધાન કર્યુ હતું.

કચ્છના માંડવી દરિયામાં 4 ડુબ્યા, 1નું મોત અને 1 લાપતા
author img

By

Published : Aug 25, 2019, 8:25 PM IST

માંડવી પોલીસના જણાવ્યા મુજબ, શનિવાર રોજ જન્માષ્ટમીનો તહેવાર માણવાં સહેલાણીઓ માંડવી ઉમટ્યા હતાં. ત્યારે ભે અલગ-અલગ સમયે આ બનાવ બન્યાં હતા. એક બનાવમાં દરિયામાં ન્હાવા પડેલાં 4થી 5 યુવકો પાણીના મોજા સાથે ખેંચાઈ ગયા હતા. જો કે, ઘટનાએ હાજર સ્પીડબોટ સંચાલકોએ તુરંત ગાંધીધામના ચેતન ઠક્કર અને વિમલ મહેશ્વરીને બોટમાં ખેંચી બચાવી લીધા હતા. પરંતુ 18 વર્ષીય વિમલના ભાઈ હિંમત મહેશ્વરીને બચાવી શક્યા નહોતાં. તેનો મૃતદેહ રવિવાર સવારે 8 વાગ્યે માંડવી કસ્ટમ હાઉસ પાછળના કાંઠેથી મળી આવ્યો હતો.

કચ્છના માંડવી દરિયામાં 4 ડુબ્યા, 1નું મોત અને 1 લાપતા

આ જ રીતે બીજી ઘટનામાં પણ એક યુવકનું મોત દરિયામાં ડૂબવાથી થયું હતું. દરિયામાં ન્હાવા પડેલો ભુજનો જીતેશ કોલી નામનો યુવક દરિયામાં ડૂબી ગયો હતો. જેની શોધખોળ ચાલી રહી છે. જો કે, જીતેશના જીવિત હોવાની શક્યતા જૂજ છે. પણ હજુ સુધી તેની કોઈ ખબર મળી નથી.

પોલીસે ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, આ બે દુર્ઘટના બાદ દરિયામાં ડૂબતાં યુવાનોને રેસ્ક્યુ કરવામાં આવતી કામગીરીની વિડિયો ક્લિપ વોટસએપ પર વાયરલ થઈ છે. જેમાં 20થી 25 લોકો દરિયામાં ડૂબ્યાં હોવાની અફવા ફેલાવવામાં આવી રહી છે. જેને પગલે અફરાતફરી મચી ગઈ હતી. જો કે, આવું કંઈ જ બન્યું જ નથી.

Intro:કચ્છના માંડવી દરિયાકાંઠે જન્માષ્ટમીની પુર્વસંધ્યાએ બે અલગ અલગ ઘટનાઓમાં ચાર યુવાનો ડુબી ગયા હતા જેમાંથી એકનું મોત નિપજયું છે જયારે અન્ય યુવાન હજુ લાપતા છે. આ વચ્ચે સોશ્યલ મિડિયા સહિતના માધ્યમોમાં 25 લોકો ડુબી ગયા હોવાનું અને પાંચ લોકોના મોતની અફવાથી ભારે અફરાતફરી મચી ગઈ હતી જોકે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે એક સાથે 25 લોકો ડુબી ગયાની કોઈ ઘટના બની જ નથી

Body:
માંડવી પોલીસના જણાવ્યા મુજબ ગઈકાલે શનિવારે જન્માષ્ટમીના તહેવાર હોવાથી સહેેલગાણીઓ માંડવીમાં ઉમટી પડયા હતા હજારો દરિયામાં ન્હાઈ રહયા હતા ત્યારે ભે અલગ અલગ સમયે આ બનાવ બન્યાં હતા. એક બનાવમાં દરિયામાં ન્હાવા પડેલાં 4થી 5 યુવકો પાણીના મોજા સાથે ખેંચાઈ જતા હો-હા મચી ગઈ હતી. કાંઠે હાજર સ્પીડબોટ સંચાલકોએ તુરંત ગાંધીધામના ચેતન ધીરજલાલ ઠક્કર (ઉ.વ.21) અને વિમલ વીરમભાઈ મહેશ્વરી (રહે. સાપેડા)ને બોટમાં ખેંચી લઈ બચાવી લીધા હતા. જો કે, વિમલનો ભાઈ હિંમત વીરમ મહેશ્વરી (ઉ.વ.18) મોજા સાથે તણાઈ ગયો હતો. ભારે શોધખોળ છતાં તેનો કોઈ પત્તો મળ્યો નહોતો. આજે સવારે 8 વાગ્યે માંડવી કસ્ટમ હાઉસ પાછળના કાંઠેથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ જ રીતે અન્ય એક ઘટનામાં દરિયામાં નહાવા પડેલો ભુજના લાખોંદ ગામનો જીતેશ લાલજી કોલી નામનો યુવક પણ દરિયામાં ગરકાવ થઈ ગયો હતો. જેની શોધખોળ ચાલી રહી છે. જોકે જીતેશના જીવિત હોવાની શક્યતા જૂજ છે. હજુ સુધી તેનો કોઈ અતોપત્તો મળ્યો નથી.

દરમિયાન માંડવી પોલીસે ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે આ બે દુર્ઘટના બાદ દરિયામાં ડૂબતાં યુવાનોને રેસ્ક્યુ કરવામાં આવતી કામગીરીની વિડિયો ક્લિપ વોટસએપ પર વાયરલ થવા સાથે 20થી 25 જણાં દરિયામાં ડૂબ્યાં હોવાની અફવા ફેલાઈ હતી. જેને પગલે અફરાતફરી મચી ગઈ હતી. જોકે આવું કંઈ જ બન્યું જ નથી. Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.