ETV Bharat / state

એકસાથે 21000 કરોડ ડ્રગ્સનો નાશઃ મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયેલ જઠ્ઠાનું ભઠ્ઠામાં નીકાલ - નેશનલ ઈન્વેસ્ટીંગેશન એજન્સી

દેશની મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ વિભાગ અંતર્ગત CGST અને કસ્ટમ ફિલ્ડ ફોરમેટ દ્વારા બુધવારે ડ્રગ્સ ડિસ્ટ્રક્શન દિવસ હેઠળ દેશના વિવિધ 16 જેટલા સ્થળોએ ઝડપાયેલા ડ્રગ્સના પાઉડર, ટેબ્લેટ અને લિક્વિડ સહિતના જથ્થાને એકસાથે નષ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બુધવારે દેશના સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારામણના (Defense Minister Nirmala Sitharaman) વર્ચ્યુઅલી નિરીક્ષણ હેઠળ આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયેલ 3000 કિલો ડ્રગ્સનું ખાનગી કંપનીના ભઠ્ઠામાં કરાયું નાશ

author img

By

Published : Jun 9, 2022, 2:11 PM IST

કચ્છ: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કસ્ટમ અને ઇન્ડાયરેક્ટ ટેક્સના કેન્દ્રીય બોર્ડ દ્વારા દેશભરમાં એકસાથે અનેક સ્થળે ઝડપેલા નશીલા દ્રવ્યોના નાશનો દિવસ મનાવવામાં આવ્યો હતો. કચ્છમાં ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (Directorate of Revenue Intelligence), કસ્ટમ વગેરે દ્વારા પકડાયેલો લગભગ ત્રણ ટન જથ્થો ભચાઉ નજીક એક ખાનગી કંપનીમાં નાશ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ક્ષમા બિંદુએ આખરે પોતાની જાતને આપેલું વચન પૂરું કર્યું, દેશની પહેલી મહિલા જેણે પોતાની સાથે લગ્ન કર્યા

પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો: દેશની મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ (Ministry of Finance) વિભાગ અંતર્ગત CGST અને કસ્ટમ ફિલ્ડ ફોરમેટ દ્વારા આજે ડ્રગ્સ ડિસ્ટ્રક્શન દિવસ હેઠળ દેશના વિવિધ 16 જેટલા સ્થળોએ ઝડપાયેલા ડ્રગ્સના પાઉડર, ટેબ્લેટ અને લિક્વિડ સહિતના જથ્થાને એકસાથે નષ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત દેશના સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામણના વર્ચ્યુઅલી નિરીક્ષણ હેઠળ આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં કચ્છના મુન્દ્રા સ્થિત અદાણી બંદર પરથી ગત વર્ષે DRI દ્વારા ઝડપાયેલા 3 હજાર કિલોના (3000 kg of drugs seized) રૂપિયા 21 હજાર કરોડના જથ્થાને ભચાઉ તાલુકાના લાકડીયા વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર એનવાઇરો કંપની ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ નષ્ટ કરવાની કામગીરી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: રથયાત્રા પહેલાં આવ્યા ચિંતાજનક સમાચાર, સુરક્ષા એજન્સીઓ થઈ સતર્ક

ડ્રગ્સ ખાનગી કંપનીના ભઠ્ઠામાં નાશ : DRI દ્વારા મુંદ્રાથી ઝડપાયેલા હેરોઇનના જથ્થાની આગળની તપાસ NIA દ્વારા ચાલતી હોવાથી આ જથ્થાના નાશની મંજૂરી નેશનલ ઈન્વેસ્ટીંગેશન એજન્સી (National Investigation Agency) દ્વારા કોર્ટમાંથી મેળવાઇ હતી. તમામ ડ્રગ્સને હાઇડ્રોલિક ટ્રોલીમાં નાખી ખાનગી કંપનીના ભઠ્ઠામાં નાખીને નાશ કરાયું હતું. ચાલુ વર્ષે કંડલાથી 205 કિલો હેરોઈન અને મુન્દ્રાથી 52 કિલો કોકેઈન ઝડપાયું છે. આ ઉપરાંત ગત વર્ષે મુન્દ્રા બંદરેથી સપ્ટેમ્બર 2021માં પકડાયેલ 3,000 કિલો હેરોઈન એ અત્યાર સુધીની સૌથી વધુ હેરોઈનની જપ્તી છે અને એપ્રિલ 2021માં કરવામાં આવેલ 300 કિલો કોકેઈનની જપ્તી દેશમાં અત્યાર સુધીની સૌથી વધુ કોકેઈનની જપ્તી છે. વર્ષ 2022 દરમિયાન DRI એ મુન્દ્રા પોર્ટ પરથી 52 કિલો કોકેઈન, કંડલા પોર્ટ પરથી 205 કિલો હેરોઈન અને પીપાવાવ પોર્ટ પરથી 396 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.