ETV Bharat / state

ભચાઉમાં પાણીની કેનાલમાં પાણી પીવા ઉતરેલા 3 જણ ડૂબ્યાં, એકનો મૃતદેહ મળ્યો - લોધેસ્વર નર્મદા કેનાલ

કચ્છના ભચાઉમાં પાણીની કેનાલમાં પાણી પીવા ઉતરેલ ત્રણ જણ ડૂબ્યાં છે. પિતા, પુત્રી અને પુત્ર કેનાલમાં ડૂબ્યાં હતા. જ્યારે, પિતાનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે, અન્ય મૃતદેહોની શોધખોળ ભચાઉ નગરપાલિકાની ટીમ દ્વારા હજુ ચાલુ છે.

ભચાઉમાં પાણીની કેનાલમાં પાણી પીવા ઉતરેલ 3 જણ ડૂબ્યાં

author img

By

Published : Mar 23, 2021, 2:17 PM IST

Updated : Mar 23, 2021, 2:26 PM IST

  • એક પરિવારના 3 સભ્યો નર્મદા કેનાલમાં ડૂબી ગયા
  • ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા શોધખોળ ચાલુ
  • 3 જણ ડૂબી ગયાની ઘટના, એકનો મૃતદેહ મળી આવ્યો

કચ્છ: ભચાઉ પાસે આવેલા લોધેસ્વર નર્મદા કેનાલમાં કરમરીયા નજીક વહેતી કેનાલમાં 3 જણ ડૂબી ગયાની ઘટના સામે આવી છે. જેમને, બચાવવા ભચાઉ નગરપાલિકાની ટિમ કામે લાગી છે. આજે સવારે આ કરુણ ઘટના બની હતી જેમાં વોન્ધ ગામથી દરરોજ કરમરીયા ગામના વાડી વિસ્તારમાં મીદિયાવળ વાંઢવા આવતા કોળી પરિવારના ત્રણ સભ્યો નર્મદા કેનાલમાં ડૂબી ગયા હતા.

ભચાઉમાં પાણીની કેનાલમાં પાણી પીવા ઉતરેલ 3 જણ ડૂબ્યાં

આ પણ વાંચો: ધોળકાના ધુળજીપુરા ગામની નર્મદા કેનાલમાં ડૂબી જવાથી 3 યુવકના મોત

તેને બચવવા ભાઈ અને પિતાએ પણ છલાંગ લગાવી

પ્રાથમિક માહિતી મુજબ, નાની બહેન પાણી પીવા માટે નર્મદા કેનાલમાં ગઈ હતી. જેની સાથે તેનો ભાઈ પણ ઉભો હતો. તે દરમ્યાન, બહેનનો પગ લપસી જતા તે વહેતા પાણીમાં તણાઈ હતી. આથી, તેને બચાવવા ભાઈએ બુમાબુમ કરીને પોતે પણ છલાંગ લગાવી દીધી હતી. પુત્રની બુમો સાંભળી પિતા માનસંગ કોળીએ પણ પુત્ર-પુત્રીને બચાવવા કેનાલમાં છલાંગ લગાવી હતી. પરંતુ, વહેતા પાણીના પ્રવાહમાં ત્રણેય જણ ડૂબી ગયા હતા. હાલમાં પિતાની મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે, અન્ય મૃતદેહની શોધખોળ ભચાઉ નગરપાલિકાની ટીમ દ્વારા હજુ ચાલુ છે.

આ પણ વાંચો: અંકલેશ્વરમાં પાણીની ટાંકીમાં ડૂબી જવાથી ત્રણ વર્ષના બાળકનું મોત

Last Updated : Mar 23, 2021, 2:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.