ETV Bharat / state

3 વર્ષ જૂના હત્યાના કેસમાં 3 આરોપીઓને આજીવન કેદની સજા - Murder news

કચ્છના માંડવી તાલુકાના મોટા ભાડિયા ગામના 19 વર્ષીય ગઢવી યુવકને ગળેટૂંપો આપ્યા બાદ મૃત્દેહના ટૂકડા કરી 400 ફૂટ ઊંડા બોરમાં નાખી દેવામાં આવ્યા હતા. 2018ના ચકચારી હત્યા કેસમાં કૉર્ટે ત્રણ આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.

હત્યા કેસમાં સંડોવાયેલા 3 આરોપીઓ
હત્યા કેસમાં સંડોવાયેલા 3 આરોપીઓ
author img

By

Published : Apr 1, 2021, 12:33 PM IST

  • માંડવીના 3 વર્ષ જુના હત્યા કેસનો ચુકાદો આવ્યો
  • 3 આરોપીને આજીવન કેદ તથા 25 હજારના દંડના સજા
  • મૃત્કના પરિવારને 75 હજાર વળતર રૂપે આપવાનો આદેશ

કચ્છ : પત્ની જોડે આડા સંબંધ હોવાની શંકામાં યુવકે તેના બનેવી અને એક મિત્રની મદદથી દેવાંગ માણેક ગઢવી નામના યુવકની 12 ફેબ્રુઆરી 2018ની રાત્રિએ હત્યા કરી હતી. મૃતક યુવકના પિતાએ ગુમ થયાની ફરિયાદ નોંધાવ્યા પછી હત્યા કેસ બહાર આવ્યો હતો.

દેવાંગનું બાઈક માંડવીના જૈનમનગરમાંથી બિનવારસી હાલતમાં મળી આવ્યું

ભૂજના મોટા ભાડિયા ગામે રહેતો 19 વર્ષીય દેવાંગ ગઢવી પિતા પાસેથી 12 ફેબ્રુઆરી 2018ની રાત્રે 20 હજાર રૂપિયા લઈને મિત્ર રામને આપ્યા હતા.ત્યારબાદ માંડવીમાં શિવરાત્રિના દાંડિયા રાસમાં જઈને વહેલી સવારે પાછો આવીશ તેમ પિતાને કહી મોટર સાયકલ લઈને નીકળ્યો હતો. બીજા દિવસે દેવાંગ ઘરે પાછો આવ્યો ન હતો. પિતા અને પરિવારજનોએ શોધખોળ કરતાં દેવાંગનું બાઈક માંડવીના જૈનમનગરમાંથી બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું.

પિતાએ માંડવી પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધવી

તેને જે મિત્રને નાણાં આપ્યા હતા. તે રામ પબુ ગઢવી સહિતના મિત્રોએ તેના પિતાને જણાવ્યું હતું કે, ‘દેવાંગ ક્યાં છે તેની અમને ખબર નથી. તે માંડવી જવાનો હતો તેવું અમને કહેતો હતો.’ પુત્ર ગુમ થયા બાદ પિતાએ માંડવી પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધવી હતી.

રામ અને ખીમરાજને શંકાના આધારે ઉઠાવી પૂછતાછ કરી

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, દેવાંગ તેના ગામમાં રહેતા રામ પબુ ગઢવી અને ખીમરાજ હરી ગઢવી સાથે મળીને દારૂનો ધંધો કરતો હતો. પોલીસે રામ અને ખીમરાજને શંકાના આધારે ઉઠાવી પૂછતાછ કરી હતી. અન્ય ટેકનિકલ સોર્સથી વિગતો મળતા દેવાંગના ગુમ થવામાં તેમની સંડોવણી સ્પષ્ટ થઈ હતી. પોલીસે આકરી પૂછતાછ કરતાં તેમણે ગુનો કબુલ્યો હતા.

હત્યા કેસની તપાસ
હત્યા કેસની તપાસ

આ પણ વાંચો : નિકિતા હત્યાકાંડ: આજે થવાંની હતી આરોપીઓને સજા પરંતુ ન્યાયાધીશની જ થઈ ગઈ બદલી..!

દેવાંગને રામની પત્ની જોડે આડાસંબંધો હોવાની રામને શંકા હતી

મૃત્યુ પામનાર દેવાંગને રામની પત્ની જોડે આડાસંબંધો હોવાની રામને શંકા હતી. આ અંગે તેણે દેવાંગને ઠપકો આપ્યો હતો. રામે આ અંગે તેના બનેવી નારણ પુનશી ગઢવીને વાત કરતાં નારણે પણ દેવાંગને રામની ઘરવાળી જોડે કોઈ સંબંધ ના રાખવા જણાવ્યું હતું. જોકે, પોતાની પત્ની જોડે દેવાંગના આડાસંબંધો ચાલું રહ્યાં હોવાની જાણ થતા રામે તેના મિત્ર ખીમરાજ અને બનેવી નારણ સાથે મળી દેવાંગની હત્યા કરવાનું ષડયંત્ર ઘડ્યું હતું.

રામે દેવાંગની પાછળ જઈ તેના ગળે ટૂંપો આપી દીધો

12 ફેબ્રુઆરીની રાત્રે રામે દેવાંગને ફોન કરી ‘બીયરનો જથ્થો આવી ગયો છે, તું 20 હજાર રૂપિયા લઈને આવ.’ તેમ કહી તેને પોતાની વાડી નજીક બોલાવ્યો હતો. ત્યારબાદ દેવાંગ સાથે બેઉ મોટર સાયકલ પર નજીકના નાના ભાડિયા ગામના તળાવ નજીક પહોંચ્યા હતા. અહીં પહેલાંથી ખીમરાજ અને નારણ હાજર હતા. ત્રણે જણે દેવાંગને વાતે વળગાડ્યો હતો. ત્યારબાદ રામે એકાએક દોરી કાઢી દેવાંગની પાછળ જઈ તેના ગળે ટૂંપો આપી દીધો હતો. અન્ય આરોપીઓએ તે સમયે દેવાંગના હાથ-પગ પકડી રાખ્યાં હતા.

હત્યા કેસની તપાસ
હત્યા કેસની તપાસ

મૃત્દેહનેે નજીકમાં આવેલાં અવાવરુ બોરમાં ફેંકી દીધો

દેવાંગની હત્યા કર્યાા બાદ ત્રણે જણ તેના મૃત્દેહનેે નજીકમાં આવેલાં અવાવરુ બોરમાં ફેંકવા ગયા હતા. બોરનું મુખ સાંકડું હોવાથી મૃત્દેહ અંદર જતો ન હતો. જેથી રામે તેની વાડીએ જઈ ધારિયું, કોયતો અને પાણી ભરેલો કેરબો લઈ આવ્યો હતો. આરોપીઓએ દેવાંગના હાથ-પગ કાપી નાખી ટૂકડાં બોરમાં નાખી દીધાં હતા. મૃત્દેહની સાથે દેવાંગના કપડાં, ગળેટૂંપો આપવા માટે વાપરેલી દોરી વગેરે બોરની અંદર નાખી દીધાં હતા અને દેવાંગનો મોબાઈલ ફોન કાઢી લીધો હતો. ત્યારબાદ આરોપીઓએ પોતાના લોહીવાળા કપડાં, હથિયારો, બોર વગેરેને પાણી વડે ધોઈ નાખ્યાં હતા. હત્યા બાદ આરોપીઓએ દેવાંગનું સીમકાર્ડ અને મોટર સાયકલ માંડવીના જૈનમનગરમાં ફેંકી દીધા હતા.

આ પણ વાંચો : રાજુ ટેભાણી હત્યા કેસઃ કોર્ટે બન્ને આરોપીને ફટકારી આજીવન કેદની સજા

બોરમાંથી પોલીસને દેવાંગના ટૂકડાં કરી ફેંકી દીધેલા અંગો મળી આવ્યા

પોલીસ પૂછતાછમાં આરોપીઓએ ગુનાની કબૂલાત કર્યાં પછી માંડવીના તત્કાલિન PI એમ.આર. ગામેતી, PSI પાલુ કે. ગઢવી, LCBના તત્કાલિન ઈન્ચાર્જ PI વી.કે. ખાંટ વગેરેએ ચારસો ફૂટ ઊંડા બોરમાંથી મૃત્દેહને બહાર કાઢવાની 19 ફેબ્રુઆરી 2018ની બપોરથી ભગીરથ કવાયત હાથ ધરી હતી. પોલીસે બોરની સમાંતર હિટાચી મશીનથી ખાડો ખોદવાનું શરૂ કરી દીધું હતું. છઠ્ઠા દિવસે 24 ફેબ્રુઆરીના રોજ બોરમાંથી પોલીસને દેવાંગના ટૂકડાં કરી ફેંકી દીધેલા અંગો, કપડાં, ચંપલ વગેરે મળી આવ્યાં હતા. જેને પોસ્ટ મોર્ટમ માટે જામનગર મોકલી દીધાં હતા.

આરોપીઓને સજા ફટકારતો 216 પાનામાં વિસ્તૃત ચુકાદો આપ્યો

ચકચારી હત્યા કેસમાં આજે ગુરુવારે ભુજના એડિશનલ સેશન્સ જજ મમતા એમ.પટેલે ત્રણે આરોપીને કસૂરવાન ઠેરવીને જનમટીપની સજા અને પાંચ પાંચ હજારનો દંડ ફટકાર્યો છે. તથા મૃત્યુ પામનારના પરિવારને 75 હજાર રૂપિયા વળતર ચૂકવવવા હુકમ કર્યો છે. 28 સાક્ષીઓની જુબાની 69 જેટલાં દસ્તાવેજી પૂરાવા અને બન્ને પક્ષના વકીલોની દલીલોના અંતે આજે ગુરુવારે કૉર્ટે રામ પબુ ગઢવી, નારણ પુનશી ગઢવી અને ખીમરાજ હરી ગઢવીને સજા ફટકારતો 216 પાનામાં વિસ્તૃત ચુકાદો આપ્યો છે.

હાઈકૉર્ટમાંથી વચગાળાના જામીન પર છૂટ્યાં બાદ ખીમરાજ ફરાર થઇ ગયો

ખીમરાજ હાલ ફરાર છે. હાઈકૉર્ટમાંથી વચગાળાના જામીન પર છૂટ્યાં બાદ તે એક-દોઢ માસથી ફરાર થઈ ગયો છે. તેની સામે કૉર્ટે ધરપકડ માટે વોરન્ટ ઈસ્યૂ કર્યું છે. રામ પબુ ગઢવી ધરપકડ થઈ ત્યારથી જ જેલમાં કેદ છે. જ્યારે નારણ ગઢવી થોડાંક સમયથી જામીન પર મુક્ત હતો. પરંતુ ચુકાદો જાહેર થતાં જ પોલીસે તેને કૉર્ટમાં ઝડપી કસ્ટડીમાં લઈ લીધો હતો.

કેસમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ તથા અધિક જિલ્લા સરકારી વકીલે ફરિયાદી પક્ષ તરફથી દલીલ કરી

આ કેસમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ કલ્પેશ સી. ગોસ્વામી અને અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશ એ. મહેશ્વરીએ ફરિયાદી પક્ષ તરફથી દલીલ કરી હતી. જ્યારે, મૂળ ફરિયાદી વતી ધારાશાસ્ત્રી હેમસિંહ ચૌધરી, દીપક ઉકાણી, ગણેશદાન ગઢવી અને કુલદીપ મહેતાએ હાજર રહી દલીલ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.