- 204 સરકારી ઇમારતોમાં રેઇન વોટર હારવેસ્ટિંગ પ્લાન્ટ ઉભા કરાયા
- ક્ચ્છ જિલ્લામાં 17,847 મજૂરો મનરેગા તળે રોજગારી અપાઈ
- મનરેગા યોજના હેઠળ મજૂરોને દૈનિક 229 રૂપિયા વેતન
કચ્છ: મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગારી ગેરેન્ટી મનરેગા હેઠળ ગ્રામીણ કુટુંબમાં પુખ્ત વયના બિનકુશળ કામ કરવા ઈચ્છુક વ્યક્તિને જુદા જુદા કામથી 100 દિવસની રોજગારી આપવાની મનરેગા હેઠળની યોજના હાલમાં ક્ચ્છ જિલ્લાના 10 તાલુકામાં જુદા જુદા સ્થળોએ તળાવો ઊંડા કરવાનું કામ, નહેર સફાઇકામ, માટીકામ, હયાત ચેકડેમોનું રીપેરીંગ, તળાવોના પાળા બનાવવા વગેરે જેવા કામો ચાલુ છે.
આ પણ વાંચો: વાવના સપ્રેડા ગામે મનરેગા યોજનામાં ગેરરીતિ આચરાઈ હોવાની રાવ
યોજના હેઠળ સરકારી ઇમારતોનું બાંધકામનું કાર્ય ચાલુ
204 સરકારી ઇમારતો જેવી કે સરકારી આરોગ્ય કેન્દ્ર તેમજ શાળાઓમાં વરસાદી પાણીના સંગ્રહ માટે રેઇન વોટર હારવેસ્ટિંગ પ્લાન્ટ ઉભા કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, ઘાસના પ્લોટ બનાવવા, આંગણવાડીનું બાંધકામ, પ્રધાનમંત્રી આવાસ યોજનાનું બાંધકામ સહિતના કામો પણ ચાલુ કરવામાં આવ્યા છે.
કચ્છમાં કુલ 17847 લોકોને મનરેગા તળે રોજગારી
હાલમાં ક્ચ્છ જિલ્લામાં 17,847 મજૂરો મનરેગા તળે રોજગારી મેળવી રહ્યા છે. તેઓને દૈનિક 229 રૂપિયા વેતન ચૂકવાઈ રહ્યું છે. આ ઉપરાંત, મનરેગા રોજગારી હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ 242 કામો પૈકી 165 કામો પૂર્ણ કરેલા છે. જ્યારે, બાકીના કામ પ્રગતિમાં છે.
આ પણ વાંચો: બનાસકાંઠામાં મનેરેગાના કામમાં 10 કરોડના કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ
મનરેગા યોજના હેઠળ 406.59 લાખ રૂપિયાની રોજગારી અપાઈ
સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત મનરેગા હેઠળ 162186 માનવદિનની રોજગારી પૂરી પાડવામાં આવી છે. જે હેઠળ અંદાજે 406.59 લાખની રોજગારી આપવામાં આવી છે. આ ઉપરાંત, યોજના હેઠળ 1364 કામો પૈકી 841 કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.