ETV Bharat / state

કચ્છમાં જનની સુરક્ષા યોજના થકી 16 મહિલાઓના જીવ બચાવાયા, બાળ મૃત્યદરમાં પણ થયો ઘટાડો, જુઓ વિશેષ અહેવાલ - કોરોના મહામારી

કચ્છ જિલ્લાના અંતરિયાળ ગામોમાં રહેતી મહિલાઓ માટે સગર્ભાવસ્થાથી સુવાવડ તેમજ બાળક નવ માસનું થાય ત્યાં સુધીની વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણમાં સ્થાનિક આરોગ્ય વિભાગની કામગીરી સરાહનીય હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે. જનની સુરક્ષા યોજના અને કસ્તુરબા પોષણ સહાય યોજનાની મદદથી કચ્છમાં ગત વર્ષ 16 મહિલાઓના જીવ બચાવવામાં આવ્યા હતા. સાથે જ બાળમૃત્યુદર પણ 80 ટકા જેટલો ઘટ્યો છે.

pregnant women
pregnant women
author img

By

Published : Sep 8, 2020, 7:45 PM IST

કચ્છઃ જિલ્લા પંચાયતની આરોગ્ય વિભાગમાંથી મળતા સતાવાર આંકડાઓ મુજબ કોરોના મહામારીની અનેકગણી કામગીરી વચ્ચે પણ સગર્ભા મહિલાઓના સ્વાસ્થ્ય માટેપણ કામગીરી ચાલી રહી છે. ખાસ કરીને જનની સુરક્ષા યોજના અને કસ્તુરબા પોષણ સહાય યોજનામાં માર્ચ 2020થી ઓગષ્ટ 2020ના ગાળામાં 1275 મહિલાઓને ખાસ સંભાળ રાખવામાં આવી રહી છે. ગત વર્ષે 2019-2020માં 6568 મહિલાઓને જેમાં ભૂજમાં 1768, અંજારમાં 512, ગાંધીધામમાં 363 , ભચાઉમાં 281, રાપરમાં 1188, માંડવીમમ. મુંદરામાં 373, નખત્રાણામાં 734, અભડાસામાં 254 અને લખપતમાં 205 મહિલાઓને લાભ અપાયો હતો. જયારે 2018-2019માં 7250 મહિલાઓને જેમાં ભૂજમાં 1632, અંજારમાં 768. ગાંધીધામમાં 594, ભચાઉમાં 267, રાપરમાં 1634, માંડવીમાં 690, મુંદરામાં 428, નખત્રાણાંમાં 582, અબડાસામાં 370 અને લખપત તાલુકામાં 270 મહિલાઓને લાભ અપાયો હતો.

કચ્છમાં જનની સુરક્ષા યોજના થકી 16 મહિલાઓના જીવ બચાવાયા

કચ્છ જિલ્લા આરોગ્ય અધિકારી ડો પ્રેમ કુમાાર કન્નરે ઈટીવી ભારતને જણાવ્યુ હતુ કે કચછમાં તમામ કામગીરી વચ્ચે ખાસ કરી ગરીબ વર્ગની કોઈપણ મહિલાને સંગર્ભાથી કરીને બાળક નવા માસનું થાય ત્યાં સુદી જનની સુરક્ષા સહાય અને કસ્તુરબા પોષણ સહાય ખાસ આપવાનો અમારો પ્રયાસ રહે છે. જનની સુરક્ષા યોજનામાં 700 રૂપિયા અને કસ્તુરબા સહાય યોજનામાં સગર્ભા થાય ત્યારે 2000, બાળકના જન્મ સમયે 2000 અને બાળક નવ માસનું થાય ત્યારે 2000 રૂપિયાની સહાય અપાય છે. મહિલાઓે અંતરિયાળ વિસ્તારમાંથી તબીબની સલાહ સુચન સારવાર માટે મુખ્ય દવાખાનાઓમાં આવે તે માટે ખાસ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાપણ ગોઠઠવામાં આવે છે.

જિલ્લા આરોગ્ય અધિકારીએ વધુમાં ઉમેર્યુ હતુ કે આ બન્ને યોજનાઓના અમલીકરણ સાથે આરોગ્ય વિભાગે ગત 2019-2020ના વર્ષમાં 16 મહિલાોઓનો જીવ બચાવ્યો હતો. આ મહિલાઓ સગર્ભા થયા બાદ સારવાર સલાહ અને સુચનથી દુર હોવાનું જણાયા પછી તેમના આવવા-જવાની મદદ, સહાય અને રોકડ સહાય સહિતની મદદ પુરી પડાઈ હતી. અને ઈમરનજ્સીમાં તેમને સારવાર આપી માતા અને બાળકનેબચાવી લેવાયા હતા. 2018-2019માં કચ્છ જિલ્લામાં 53 માતાઓના મોત થયા હતા જેની સામે 2019-2020માં 37 મોત નોંધાયો છે. જયારે વર્ષ 2018-201માં 1042 બાળમૃત્યુ સામે 2019-2020માં 775 બાળકોના મોત થયા છે. એટેલ કે 267 બાળકોને બચાવી લેવાયા છે. હજુ પણ કોરોના મહામારીની સતત કામગીરી વચ્ચે પણ આ વર્ષે પણ 1200 જેટલી મહિલાઓને મદદ કરવામાં આવી રહી છે.

કચ્છમાં ખાસ કરીને અંતરિયાળ વિસ્તારમાંથી મહિલાઓ દવાખાના સુધી પહોંચતી નથી. તેમને રોકડ અને મેડિકલ સહાય મળતી નથી. ત્યારે આ બન્ને યોજનાઓથી મહિલાઓે સગર્ભાથી બાળક નવ માસનું થાય ત્યાં સુધી મદદ કરવા સાથે સ્વાસ્થ્ય અને પોષણ પણ ખાસ ધ્યાન અપાઈ રહયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.