કચ્છઃ કહેવાય છે કે કાચબા આકારનું કચ્છ સમુદ્રમાં ગરકાવ થયા પછી પણ બહરા આવ્યું છે. આ તમામ વચ્ચે છેલ્લા મળતા આંકાડા મુજબ કચ્છમાં 2001 સિવાય કુલ 5 મોટા ભૂકંપ નોંધાયા છે. વર્ષ 1819માં કચ્છમાં સિંધુ નદીના પાણી આવતા બંધ થયા તે ભૂકંપનો આંચકો 8.3ની તીવ્રતાનો હતો. આ પછી વર્ષ 1845માં 6.3, વર્ષ 1903માં 6.00 1956માં 6.1 અને છેલ્લે 2001માં 7.7ની તીવ્રતાનો ભૂકંપ કચ્છ પર આવી ગયો છે. આ તમામ ભૂકંપે કચ્છમાં ઘણું નુકસાન પણ કર્યું છે. 1819ના ભૂકંપ બાદ કચ્છમાં સિંધુ નદીના પાણી બંધ થતા આજે પણ કચ્છમાં છેવાડા ગામોમાં તેની નિશાનીઓ જોવા મળી છે. લખપત બંદર તે પૈકીનું એક છે.
ભૂકંપના આ સમય બાદ સતત ધરતીમાં આંચકાઓ આવતા રહે છે. છેલ્લે 2001ના કચ્છા વાગડ પંથકના નાની બન્નીથી અમરાપર, દુધઈ, દેશલપર અને ડાવરીની 63 કિ.મી.ની ફોલ્ટલાઈનમાંથી ભૂકંપ ઉદભવ્યો હતો. જેમાં વ્યાપક નુકસાન થયું હતું. આ રીતે રવિવારે રાત્રે આવેલા ભૂકંપનો ઝટકો આ કેન્દ્રબિન્દુંથી 16 કિ.મી. દૂર અન્ય ડબલ ફોલ્ટલાઈન પરથી આવ્યો હતો. આમ કચ્છમાં હાલ આ બે ફોલ્ટલાઈન પર સત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
સિસ્મોલોજી કચેરીની વિગતો મુજબ 2001 પછી આ ફોલ્ટલાઈનમાં 24 હજાથી વધુ આંચકાઓ નોંધાયા છે. જેની મોટભાગે 1થી 3.0ની તીવ્રતા છે. જેથી લોકો તેને અનુભવતા નથી, પરંતુ જયારે વધુ તીવ્રતા સાથે આંચકા આવે છે ત્યારે તે અનુભવી શકાય છે. આ રીતે 2011થી 8 વર્ષમાં આવા 4.0ની તીવ્રતાથી વધુના 31 આંચકા નોંધાયા છે. જે લોકોએ અનુભવ્યા છે.
2001ના ભૂકંપ પર સિસ્મોલોજી વિભાગ સતત નજર રાખી રહ્યું છે. આ માટે કચ્છમાં 12 ઓનલાઈન ભૂકંપ માપક કેન્દ્રો બનાવાયા છે, જે સતત પેટાળમાં થતી હલચલની વિગતો ગાંધીનગર પહોંચાડે છે. આ ઉપરાંત કચ્છમાં 25 ઓફલાઈન સ્ટેશન પણ કાર્યરત છે, જેમાં સતત એકત્ર થતા ડેટાનો સમયાંતરે અભ્યાસ થતો હોય છે. રવિવારના આંચકા બાદ મંગળવારે ગાંધીનગરની એક ટીમ કચ્છ પહોંચી છે અને વિગતો એકત્ર કરી રહી છે.
આ ટીમના ટેકનિકલ ઑફિસર ગણપતસિંહ પરમારે ETV BHARATને વિગતો આપતા જણાવ્યુ હતું કે, ફેબ્રુઆરીથી આજ સુધી આ ઓફલાઈન સેન્ટરના ડેટા અમે મેળવી રહ્યા છીએ. ભૂકંપ માપક યંત્ર એટલે કે મેન્ગેટિક ઇન્સ્ટ્રુમેન્ટ વડે સતત આ ઓફલાઈન સ્ટેશન પર વિગતો નોંધાતી રહે છે. જેને એકત્ર કરાયા બાદ અનૅલિસિસ કરાશે. આ સાથે જ આ કેન્દ્રોમાં ભૂકંપ પછી પણ પેટાળમાં થતાં અન્ય ફેરફારની વિગતો પણ મેળવી શકાય છે. ખાસ કરીને અવાજ અને ઝટકાથી થતી હલચલ નોંધાય છે.