વિગતો મુજબ એક વાડીમાં પોતાના પતિ સાથે રહેતી મહિલા મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હતી. 2017માં આરોપી મહેશ ઉર્ફે મહેન્દ્રાસિંહ નારસિંગ ઉમા એ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાજુની વાડીમાં કામ કરતો આરોપી યુવાન અવારનવાર તેના ઘરે ચા પાણી કરવા આવતો જતો હતો. આ દરમિયાન ભોગ બનનાર મહિલા પોતાના પતિ સાથે લેર ગામે એક વાડીમાં મજૂરી કામ કરવા માટે રહેતી હતી. ત્યારે 9 માર્ચ 2017ની રાત્રે મહિલાનો પતિ તેના ઘરે હાજર ન હતો ત્યારે અચાનક ધસી આવેલા આરોપીએ મહિલાના પુત્રના ગળા પર છરી મુકી ધમકી આપી માર મારી અને મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું હતું.
એક જ રાતમાં ત્રણ વખત દુષ્કર્મ કર્યા બાદ આરોપી મહિલાને લઈ રતનાલથી રાજકોટ લઇ ગયો હતો. રાજકોટ જતી વખતે ખાનગી લક્ઝરી બસમાં પણ આરોપીએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારબાદ રાજકોટથી તેને પરત કચ્છ લઈ આવ્યો હતો. પરત ફરતી વખતે ભચાઉ પાસે એક હોટલ પર બસ ઉભી રહેતા ભોગ બનનાર મહિલા તેના ચુંગાલમાંથી નાસી ગઈ હતી અને હોટલ માલિક પાસે મદદ માગી હતી.
પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. ફરિયાદ પક્ષે જિલ્લાના મુખ્ય સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ 16 સાક્ષીઓને 20 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. ચોથા એડિશનલ સેશન્સ જજ એ.જી.ચુડાસમાએ વર્તમાન સમયમાં મહિલાઓ પર વધી રહેલા દુષ્કર્મના બનાવની ગંભીરતાને અનુલક્ષીને આરોપીને દોષિત ઠેરાવી આ સજાનો હુકમ કર્યો હતો.