ખેડાઃ જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. કપડવંજ શહેરમાં રહેતા અને અમદાવાદ ખાતે નોકરી કરતા યુવાનનો રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો છે. જેને પગલે તંત્ર દ્વારા સંપર્કમાં આવેલા વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કપડવંજ શહેરના ધાંચીબારી વિસ્તારમાં રહેતા અને અમદાવાદ ખાતે નોકરી કરતા યુવકને શંકાસ્પદ લક્ષણો જણાતાં કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જે પોઝિટિવ આવતા હાલ દર્દી નડિયાદની એન.ડી.દેસાઈ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.
કપડવંજ શહેરમાં કોરોનાના પ્રવેશને પગલે લોકો ચિંતિત બન્યા છે. તંત્ર દ્વારા વિસ્તારને સેનેટાઈઝ કરવા સહિત દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખેડા જિલ્લામાં એક કેસનો વધારો થતા જિલ્લામાં કોરોના પોઝિટિવના કુલ 17 કેસ થયા છે.