વડતાલઃ અગાઉના જમાનામાં રાજા-મહારાજાઓ દ્વારા સુખ સંપત્તિ તથા પ્રજા કલ્યાણ અર્થે દેવોને રીઝવવા રાજોપચાર પૂજન વિધિ તથા યજ્ઞો થતા હતા. યાત્રાધામ વડતાલ મંદિરમાં સાક્ષાત સ્વરૂપે બિરાજમાન રાજાધિરાજ શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવનું સમૈયા ઉત્સવ પ્રસંગે રાજોપચાર પૂજન થતું આવ્યું છે.

પૂજનમાં તમામ કીમતી વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમજ પુષ્પ પાંદડીઓથી દેવોનો અભિષેક થાય છે. દેવોને રીઝવવા માટે નિજમંદિરમાં સંગીતના સથવારે દેવો સમયક્ષ કથક નૃત્ય થાય છે. અહીં નૃત્ય પૂજનના એક ભાગરૂપે છે.

વડતાલ મંદિરમાં પુરુષોત્તમ માસની ઉજવણી અંતર્ગત પ્રતીક ઉત્સવ ઊજવાઈ રહ્યા છે. જે અંતર્ગત દેવોનું રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. આ વિધિ પુરોહિત ધીરેનભાઈ ભટ્ટ અને ભૂદેવોએ મંત્રોચ્ચાર સાથે કરાવી હતી.