ખેડા: જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સહિત નગરજનો યોગાસન અભિયાનમાં જોડાયા હતા. જેમણે તા.19 જૂનના રોજ મનગમતો યોગ કરી સોશિયલ મીડિયા પર "#Do Yoga Beat Corona" સાથે ફોટો પોસ્ટ કર્યો હતો.
21 જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હાલ વિશ્વ કોરોના સામે લડી રહ્યું છે,ત્યારે ભારતીય સંસ્કૃતિના આધારસ્થંભ સમા યોગાસન શ્રેષ્ઠ સાબિત થયા છે. ભારતના યોગાસન વિશ્વ પ્રસિધ્ધ થયા છે. દેશ-વિદેશના લોકો મન અને તનના આરોગ્ય માટે યોગાસનો કરે છે. તમામ નાગરિકોને ‘યોગ કરીશુ, કોરોનાને હરાવીશું’ ને સપોર્ટ કરવા તા.19 જૂનના રોજ ફેવરીટ યોગાસન કરતો પોતાનો ફોટો ફેસબુક, ટવીટર અને ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પર "#Do Yoga Beat Corona" સાથે પોસ્ટ કરે એવો અનુરોધ કરવામાં આવ્યો હતો. જેને ખેડા જિલ્લામાં વ્યાપક પ્રતિભાવ મળ્યો હતો.જિલ્લામાં કલેક્ટર, અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત નગરજનો આ અભિયાનમાં જોડાયા હતા અને તેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.