ETV Bharat / state

નડીયાદના ગુતાલ ગામમાં કોરોનાના કેસ વધતા સ્વૈચ્છિક લૉકડાઉન અમલી - સ્વૈચ્છિક લોકડાઉન

નડીયાદ તાલુકાના ગુતાલ ગામમાં કોરોનાના કેસોમાં વધારો થતા ગામે સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર કર્યું છે. ગામમાં 23 જેટલા કોરોના કેસ નોધાતા સંક્રમણ રોકવા ગ્રામ પંચાયતે અપીલ કરી છે. લોકોની અપીલને ધ્યાનમાં રાખી સ્વૈચ્છિક રીતે લોકડાઉનનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે.

નડીયાદના ગુતાલ ગામમાં કોરોનાના કેસ વધતા સ્વૈચ્છિક લૉકડાઉન અમલી

author img

By

Published : Dec 24, 2020, 4:15 PM IST

  • નડીયાદના ગુતાલ ગામમાં કોરોના સંક્રમણમાં વધારો
  • ગામના લોકોએ સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર કર્યું
  • બપોરે 12 વાગ્યા પછી દુકાનો અને લારી બંધ કરાઈ
  • ગામમાં કોરોનાના નવા 23 કેસ આવતા લેવાયો નિર્ણય

ખેડાઃ જિલ્લામાં કોરોના સંક્રમણમાં વધારાને લઈ વિવિધ ગામ દ્વારા સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ યાદીમાં હવે નડીયાદના ગુતાલ ગામનું નામ પણ સામેલ થઈ ગયું છે. ગ્રામપંચાયત દ્વારા સ્વૈચ્છિક લૉકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે અંગે ગામના સરપંચ તેમજ તલાટી કમ મંત્રી દ્વારા લૉકડાઉનના પાલનની ગ્રામજનોને અપીલ કરવામાં આવી હતી, જેના સમર્થનમાં લોકો દ્વારા સ્વૈચ્છિક રીતે લોકડાઉનનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે.

નડીયાદના ગુતાલ ગામમાં કોરોનાના કેસ વધતા સ્વૈચ્છિક લૉકડાઉન અમલી
નડીયાદના ગુતાલ ગામમાં કોરોનાના કેસ વધતા સ્વૈચ્છિક લૉકડાઉન અમલી

સ્વૈચ્છિક લૉકડાઉનનું ચુસ્ત પાલન

ગામમાં બપોરે 12 વાગ્યા બાદ તમામ દુકાનો અને લારી બંધ રાખવામાં આવી રહ્યા છે. બિનજરૂરી અવરજવર બંધ કરી દેવામાં આવી છે. માસ્ક વિના બહાર ન નીકળવાની અને નિયમોના ચુસ્ત પાલનની સૂચના આપવામાં આવી છે.

ગામમાં કેસોમાં વધારો થતા 23 કેસ નોંધાયા

ગુતાલ ગામમાં દિવસેને દિવસે નવા કેસ સામે આવતા ગામમાં અત્યાર સુધી 23 કોરોના કેસ નોંધાયા છે. ત્યારે વધતા સંક્રમણને લઈ ગ્રામજનો ચિંતિત બન્યા હતા. સંક્રમણ અટકાવવા લૉકડાઉનને સંપૂર્ણ સમર્થન આપવામાં આવી રહ્યું છે. મહત્ત્વનું છે કે, જિલ્લામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે વધતા સંક્રમણને અટકાવવા એક પછી એક ગામોમાં સ્વૈચ્છિક લૉકડાઉન જાહેર કરવામાં આવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.