- જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો
- નડિયાદ અને કપડવંજમાં 4 વાગ્યા બાદ બજારો બંધ રહેશે
- નગરપાલિકાની અપીલને વેપારીઓનું સમર્થન
ખેડાઃ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈ નડિયાદ તેમજ કપડવંજ ખાતે નગરપાલિકા દ્વારા વેપારીઓ અને દુકાનદારો સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં બપોરના 4:00 વાગ્યા પછી દુકાનો, ધંધા-રોજગાર બંધ રાખવા અપીલ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ કોરોના સંક્રમણને રોકવા આણંદ જિલ્લાના 12 ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન
નડીયાદમાં 18 એપ્રિલ સુધી 4 વાગ્યાં બાદ બજારો બંધ
નગરપાલિકાની અપીલને વેપારીઓએ સમર્થન આપ્યું હતું. જેથી આવતીકાલે ગુરૂવારથી સમગ્ર નડિયાદ તેમજ કપડવંજ શહેરમાં 4 વાગ્યા સુધી જ તમામ બજારો અને દુકાનો ખુલ્લી રહેશે, ત્યારબાદ તમામ દુકાનો બંધ રહેશે. નડીયાદમાં આવતીકાલે તારીખ 8 એપ્રિલથી 18 એપ્રિલ સુધી અને કપડવંજમાં 15 એપ્રિલ સુધી 4 વાગ્યા બાદ બજારો બંધ રહેશે.
આ પણ વાંચોઃ સુરતના કડોદ અને માંડવીમાં બપોર પછી સ્વૈચ્છીક લોકડાઉન
હાલ 172 દર્દીઓ સારવાર હેઠળ
જિલ્લા સહિત નડિયાદમાં કોરોના પોઝિટિવના કેસ વધી રહ્યા છે. નડિયાદ શહેરમાં આજે બુધવારે 11 સહિત જિલ્લામાં 36 કેસ નોધાયા છે. તેમજ હાલ 172 દર્દીઓ દાખલ છે.