ETV Bharat / state

ખેડાના મહીસાગર નદીનો બ્રિજ તૂટવાનો વીડિયો વાયરલ થતા અફવા ફેલાઈ - મહીસાગર

ખેડાઃ જિલ્લામાં ભારે વરસાદ વરસતા મહીસાગર નદી પરનો સેવાલિયા બ્રિજ તૂટ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં પર વાયરલ થયો છે. જેથી લોકોમાં અફવા કે ભય ફેલાય તેવા વિડીયો વાયરલ નહીં કરવા જણાવાયું.

viral video
author img

By

Published : Aug 11, 2019, 10:50 PM IST

ખેડા જિલ્લામાં ભારે વરસાદ થતા ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. વરસાદી માહોલમાં સેવાલિયા પાસે મહીસાગર નદી પર આવેલો બ્રિજ તૂટ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેથી ખેડા-આણંદ જિલ્લા તરફથી દાહોદ-ગોધરાનો વાહન વ્યવહાર બંધ થયો હોવાના મેસેજે લોકોમાં અફવા ફેલાતા વરસાદી માહોલમાં આ રોડ પરથી અવરજવર કરવા માંગતા લોકો અટવાયા હતા. જો કે, સેવાલિયા બ્રિજ બિલકુલ તૂટ્યો નથી તેમજ વાહન વ્યવહાર પણ રાબેતા મુજબ જ ચાલુ છે અને આ વીડિયો જૂનો હોવાનું જણાઈ આવ્યું છે.

ખેડાના મહીસાગર નદીનો બ્રિજ તૂટવાનો વીડિયો વાયરલ

આ વાતની જાણ તંત્રને થતાં તેમણે અપીલ કરી છે કે, લોકોમાં અફવા કે ભય ફેલાય તેવા મેસેજ વાયરલ કરવા નહી મહત્વનું છે કે. ખેડા જિલ્લામાં ભારે વરસાદને લઇ ઠેર ઠેર પાણી ભરાતા અનેક રોડ બંધ થઇ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. હાલ સામાન્ય વરસાદ વચ્ચે પાણી ઓસરી રહ્યા છે અને સ્થિતિ સામાન્ય બની રહી છે.

Intro:ખેડા જીલ્લામાં ભારે વરસાદ વચ્ચે મહીસાગર નદી પરનો સેવાલિયા બ્રિજ તૂટ્યો હોવાનો વિડીયો સોસીઅલ મીડિયામાં વાયરલ થયો છે.જેને લઇ અફવા ફેલાતા લોકો અટવાયા હતા.લોકોમાં અફવા કે ભય ફેલાય તેવા વિડીયો વાયરલ નહીં કરવા જણાવાયું.Body:ખેડા જીલ્લામાં ભારે વરસાદ થતા ઠેર ઠેર જળ બંબાકારની સ્થિતિ ઉભી થઇ છે.વરસાદના આ માહોલ વચ્ચે સેવાલિયા પાસે મહીસાગર નદી પર આવેલો બ્રિજ તૂટ્યો હોવાનો વિડીયો સોસીઅલ મીડિયામાં વાયરલ થયો છે.જે સેવાલિયા બ્રિજ તૂટ્યો હોવાથી ખેડા-આણંદ જીલ્લા તરફથી દાહોદ-ગોધરાનો વાહન વ્યવહાર બંધ થયો હોવાના મેસેજ સાથે વિડીયો વાયરલ થયો હતો.જેને પગલે લોકોમાં અફવા ફેલાવા પામી હતી.વરસાદી માહોલમાં આ રોડ પરથી અવરજવર કરવા માંગતા લોકો અટવાયા હતા.જો કે સેવાલિયા બ્રિજ બિલકુલ તૂટ્યો નથી.તેમજ વાહન વ્યવહાર પણ રાબેતા મુજબ જ ચાલુ છે.આ વિડીયો જૂનો હોવાનું જણાઈ આવ્યું છે.તંત્ર દ્વારા લોકોમાં અફવા કે ભય ફેલાય તેવા મેસેજ વાયરલ નહિ કરવા જણાવાયું હતું.
મહત્વનું છે કે ખેડા જીલ્લામાં ભારે વરસાદને લઇ ઠેર ઠેર પાણી ભરાયા હતા.જેને કારણે અનેક રોડ બંધ થઇ જતા વરસાદ વચ્ચે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.હાલ સામાન્ય વરસાદ વચ્ચે પાણી ઓસરી રહ્યા છે.સ્થિતિ સામાન્ય બની રહી છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.