- વડતાલ ધામમાં ફાગણી પૂનમે પરંપરાગત રીતે ઉજવાય છે રંગોત્સવ
- રંગોત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહેતા હોય છે
- મંદિર પરિસરમાં ઉંચા મંચ પરથી ભાવિકો પર રંગ ઉડાડવામાં છે
ખેડા: રાજ્ય સહિત ખેડા જિલ્લામાં તાજેતરમાં કોરોના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને લઇને વડતાલ ધામમાં ફાગણી પૂનમે 28 માર્ચના રોજ યોજાનારો રંગોત્સવ સદંતર બંધ રાખવાનો નિર્ણય વડતાલ સંસ્થાને લીધો છે. વડતાલ ધામ ખાતે ફાગણી પૂનમે પરંપરાગત રીતે રંગોત્સવ ઉજવવામાં આવે છે. જેમાં દર વર્ષે મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહેતા હોય છે.
આ પણ વાંચો: પોરબંદરમાં હોળી પર મણિયારો રાસ સાથે અનોખી ઉજવણી, જુઓ વીડિયો
ગયા વર્ષે પણ રંગોત્સવ રખાયો હતો બંધ
વડતાલ ધામમાં ફાગણી પૂનમે ધામધૂમથી મંદિર પરિસરમાં એક ઊંચો અને કલાત્મક મંચ ઉભો કરી તેના પરથી રંગની મોટી પીચકારીઓથી ભાવિકો પર રંગ ઉડાડવામાં આવે છે. ભાવિકો હોંશે-હોંશે રંગ ઝીલીને ધન્યતા અનુભવે છે. સદગુરુ શાસ્ત્રી પૂ. નૌતમપ્રકાશદાસજીના વર્ણવ્યા અનુસાર વડતાલમાં 200 વર્ષ પૂર્વે રંગોત્સવનું આયોજન થયું હતું. કોરોના મહામારીને પગલે ગયા વર્ષે પણ વડતાલ સંસ્થાન દ્વારા રંગોત્સવ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: હોળીની મસ્તીમાં મગ્ન બોલિવૂડ સેલેબ્સ, જુઓ કલરફુલ અંદાજ