વડતાલઃ ખેડા જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ સ્વામીનારાયણ મંદિર દ્વારા લોકડાઉનમાં શાકભાજી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકડાઉનની સ્થિતિમાં ગરીબો અને જરુરિયાતમંદ લોકોને 10 ટન જેટલું શાકભાજી આપવામાં આવ્યું હતું.
કોરોના વાઈરસના વધી રહેલા સંક્રમણને પગલે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. લોકડાઉનની સ્થિતિમાં જરૂરિયાતમંદ માટે વિવિધ ધાર્મિક તેમજ સેવાભાવી સંસ્થાઓ દ્વારા આવશ્યક સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે વડતાલ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા જરૂરિયાતમંદોને 10 ટન જેટલું શાકભાજીનું વિતરણ કરવામાં આવ્યું હતું. બટાકા, ટામેટા, રિંગણ, ભીંડો, કોબીજ, ફૂલેવર વગેરેની કીટ તૈયાર કરી જરૂરિયાત મંદોને ઘેર ઘેર સુધી પહોંચાડવામાં આવી હતી.