ETV Bharat / state

વડતાલધામ ખાતે વચનામૃત દ્વિશતાબ્દી કાર્યક્રમ યોજાશે

ખેડાઃ સુપ્રસિદ્ધ વડતાલ ધામ ખાતે 6 થી 12 નવેમ્બર દરમિયાન વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત યોજાનાર અનેકવિધ કાર્યક્રમોની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જે અંગેની મંદિરના સંતોએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.

vadtal dham
author img

By

Published : Nov 2, 2019, 11:03 PM IST

યાત્રાધામ વડતાલમાં વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી થવાની છે. તે અંતર્ગત વિરાટ વચનામૃત પૂજન, વચનામૃત અને ભગવાન સ્વામિનારાયણના જીવન આધારિત પ્રેરક પ્રદર્શન, સાંસ્કૃતિક પ્રદર્શન, મહા રક્તદાન શિબિર સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાવાના છે. જે અંગેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મહોત્સવ દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમીત શાહ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

વડતાલ ધામ ખાતે વચનામૃત દ્વિશતાબ્દી કાર્યક્રમ યોજાશે

Intro:સુપ્રસિદ્ધ વડતાલ ધામ ખાતે 6 થી 12 નવેમ્બર દરમ્યાન વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે.જે અંતર્ગત યોજાનાર અનેકવિધ કાર્યક્રમોની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.જે અંગે આજરોજ મંદિરના સંતો દ્વારા પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી.

Body:સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ ખાતે આગામી 6 થી 12 નવેમ્બર દરમિયાન વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ની ભવ્યાતિભવ્ય ઉજવણી થનાર છે. જે અંતર્ગત વિરાટ વચનામૃત પૂજન,વચનામૃત અને ભગવાન સ્વામિનારાયણના જીવન આધારિત પ્રેરક પ્રદર્શન, સાંસ્કૃતિક પ્રદર્શન,મહા રક્તદાન શિબિર સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાનાર છે. જે અંગેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.મહોત્સવ દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમીત શાહ,ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે.
વચનામૃત શ્રી હરિની પરાવાણી અર્થાત સ્વયં વાણી સ્વરૂપે છે એટલે કે વચનામૃત એ ભગવાનનું સ્વરૂપ છે.વચનામૃત શ્રી હરિ નું સ્વરૂપ માની મહોત્સવ પર્યંત તેનું પૂજન થશે.વડતાલ ધામ ખાતે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી નિમિત્તે 51 ફૂટ ઊંચાઈના વિરાટ વચનામૃત ગ્રંથની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે.જે વિરાટ વચનામૃતનું 500 મણ પૂજન સામગ્રીથી પુજન કરવામાં આવશે.સંતો અને ભક્તો દ્વારા અખંડ પ્રદક્ષિણા અને દંડવત થશે.
ભગવાન સ્વામિનારાયણે સેંકડો લોકો સામે,સેંકડો સ્થળોએ સત્સંગ કર્યો હતો તેમાંથી પસંદ કરેલા 262 વચનામૃતો આ ગ્રંથમાં સંગ્રહાયેલા છે.ભગવાને સમજાય તેવી ભાષામાં સનાતન ધર્મના તમામ ગ્રંથોનો સાર આપ્યો અને તે દ્વારા પોતાનો મત પ્રસ્થાપિત કર્યો.વચનામૃત એવો પહેલો ગ્રંથ છે જેને એના કર્તા- રચયિતાએ માન્ય કરેલ છે.સનાતન ધર્મના ગ્રંથો ની મર્યાદા કે તેમાં સ્થળ અને સમય ની વાત હોય નહીં વચનામૃતમાં પ્રત્યેક પ્રકરણ નો પહેલો ફકરો તે અંગેનો છે.વચનામૃત ગ્રંથ બસો વર્ષ પૂર્વે રચાયો છે.
બાઈટ- ડૉ. સંત સ્વામી,આ.કોઠારી,વડતાલધામ

Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.