ETV Bharat / state

યાત્રાધામ ડાકોર પાસે 5 કિ.મી. લાંબી વાહનોની કતારોથી ભારે ટ્રાફિકજામ, એમ્બ્યુલન્સ પણ અટવાઇ - KHEDA

ખેડાઃ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. ટ્રાફિક ચોકી પાસે ચોકડી પર જ વાહનોની 5 કિલોમીટર લાંબી કતારો સર્જાઈ હતી. જેને કારણે ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે. ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ પર અટવાઇ હતી. ટ્રાફિક હળવો કરવા લોકોએ જાતે જ ટ્રાફિક નિયમન કરવાની ફરજ પડી હતી.

dakor
author img

By

Published : May 19, 2019, 4:49 PM IST

ડાકોર ચોકડી પાસે આવેલી પોલીસ ચોકીની આસપાસ આજે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. આગ ઓકતી ગરમીમાં ભરબપોરે કલાકો સુધી ટ્રાફિક રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. પાંચ કિલોમીટર સુધી વાહનોનો પૈડા થંભી જતા લોકોએ ગરમીમાં શેકાવું પડયું હતુંં. જેથી પોલીસ અને TRBની ફરજ પ્રત્યેની બેદરકારીને કારણે લોકોમાં રોષ ઉભો થયો હતો. આ ટ્રાફિકના કારણે સામાન્ય વાહનચાલક તો ઠીક પણ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ અને ખિલખિલાટ એમ્બ્યુલન્સ પણ અટવાઇ હતી. જેથી દર્દીનો જીવ જોખમમાં મુકાયો હતો.

યાત્રાધામ ડાકોર પાસે 5 કિ.મી. લાંબી વાહનોની કતારોથી ભારે ટ્રાફિકજામ, એમ્બ્યુલન્સ પણ અટવાઇ

મહત્વનું છે કે, સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર કાયમ યાત્રાળુઓ અને ટ્રાફિકથી ધમધમતું રહે છે. આ ઉપરાંત, અમદાવાદ ઇન્દોર હાઇવે પર આવેલું હોવાથી ભારે વાહનોની સતત અવરજવર રહે છે. તેમાં વળી પૂનમ, જાહેર રજા અને તહેવારના દિવસોમાં યાત્રાળુઓનાં ભારે ધસારાને કારણે ભારે ટ્રાફિક સર્જાય છે. લોકો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાય છે, જેને લીધે સ્થાનિક નગરજનો સહિત યાત્રાળુઓ અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠે છે. જેથી રસ્તા ઉપર નડતરરૂપ દબાણ હટાવી ટ્રાફિકનો કાયમી ઉકેલ આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

R_GJ_KHD_02_19MAY19_TRAFIC_JAAM_AV_DHARMENDRA_7203754 

ખેડા જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રધામ ડાકોરમાં આજે  ભરબપોરે મુખ્ય ટ્રાફિક સર્કલે ભારે ટ્રાફિકજામ સર્જાવા પામ્યો હતો.ડાકોરમાં ટ્રાફિક ચોકી ચોકડી પાસે ટ્રાફિક જામની 5 કિલોમીટર લાંબી કતારો સર્જાઈ હતી.જેને લઇ યાત્રાળુ મુસાફરો અને વાહનચાલકો ટ્રાફિક જામથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.લોકોએ જાતે ટ્રાફિક નિયમન કરવાની ફરજ નિભાવી હતી.ટ્રાફિક પોલીસ અને ટીઆરબીની બેદરકારીને લઇ લોકોમાં રોષ ફેલાવા પામ્યો હતો.
ડાકોરમાં આજે આગ ઓકતી ગરમીમાં ભરબપોરે કલાકો સુધી લોકો ભારે ટ્રાફિકમાં અટવાયા હતા.હાઇવે પર વાહનોની પાંચ કિલોમીટર સુધી લાંબી કતારો સર્જાઈ હતી.
હાઇવે પર આવેલા ટ્રાફિક સર્કલ પાસે જ ચોકી છે તેમ છતાં પોલીસ અને ટીઆરબીની ફરજ પ્રત્યે બેદરકારીને લઇ લોકોમાં રોષની લાગણી ફેલાવા પામી હતી.ટ્રાફીકથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોએ જાતે ટ્રાફિક નિયમન કરવાની ફરજ નિભાવી હતી.ભારે ટ્રાફિકમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ અને ખિલખિલાટ એમ્બ્યુલન્સ પણ આ ટ્રાફિક જામનો ભોગ બનતા દર્દીનો જીવ જોખમમાં મુકાયો હતો.
મહત્વનું છે કે સુપ્રસિદ્ધ યાત્રાધામ હોઈ ડાકોર નગર કાયમ યાત્રાળુઓ અને ટ્રાફિકથી સતત ધમધમતું રહે છે.ઉપરાંત અમદાવાદ ઇન્દોર હાઇવે પર આવેલું હોઈ ભારે વાહનોની પણ સતત અવરજવર રહે છે.તેમાં વળી પૂનમ,રજા અને તહેવારના દિવસોમાં યાત્રાળુઓના ભારે ઘસારાને લઈને ભારે ટ્રાફિક સર્જાય છે.લોકો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાય છે જેને લઇ સ્થાનિક નગરજનો સહીત યાત્રાળુઓ અને વાહનચાલકો ભારે મુશ્કેલી અનુભવે છે.જેને લઇ ટ્રાફિક જામના કાયમી ઉકેલ માટે માર્ગો પરના દબાણો હટાવવા સહિતની કાર્યવાહી હાથ ધરાય તેમ લોકો ઈચ્છી રહ્યા છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.