ETV Bharat / state

ગુજરાતના સ્થાપક રવિશંકર મહારાજનો આજે જન્મદિવસ - celebrated Ravishankar Maharaj birth anniversary

કરોડપતિ ભિક્ષુક, મુઠ્ઠી ઉંચેરો માનવી, મુક સેવક અને બીજા ગાંધી જેવા અનેક વિશેષણોથી જેમની ઓળખ છે. તેવા લોકસેવક રવિશંકર મહારાજનો આજે જન્મદિવસ છે. જે અંતર્ગત ખેડામાં પણ રવિશંકર મહારાજનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો.

ગુજરાતના સ્થાપક રવિશંકર મહારાજનો આજે જન્મદિવસ

author img

By

Published : Feb 25, 2021, 5:10 PM IST

  • ગુજરાતના સ્થાપક અને મુકસેવક રવિશંકર મહારાજની આજે જન્મજયંતી
  • રવિશંકર મહારાજનો જન્મ ખેડા જિલ્લાના રઢુ ગામમાં થયો હતો
  • ખેડા જિલ્લાના સરસવણી ગામમાં તેમના સ્મૃતિ સ્મારકે લોકો દર્શનાર્થે આવે છે
    ગુજરાતના સ્થાપક અને મુકસેવક રવિશંકર મહારાજની આજે જન્મજયંતી

ખેડાઃ જિલ્લાના રઢુ ગામમાં 25 ફેબ્રુઆરી 1884ના રોજ રવિશંકર મહારાજનો જન્મ થયો હતો. પોતાની તમામ મિલકત દેશ સેવામાં આપી સમાજ સેવા અને દેશ સેવાના મંત્રને જીવનમાં ઉતારનારા રવિશંકર મહારાજે ગાંધીજીના વિચારોથી પ્રેરિત થઈ પોતાનું જીવન નિઃસ્વાર્થભાવે સમાજ સેવામાં વ્યતિત કર્યું હતું. મહા ગુજરાત ચળવળના પ્રણેતા અને ગુજરાત રાજ્યની સ્થાપના માટે જેમનો સિંહ ફાળો છે તેવા રવિશંકર મહારાજની સમાજ સેવા લોકજીવનમાં આદર્શ છે. મુકસેવક રવિશંકર મહારાજ દ્વારા 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી.

મહારાજ નાની ઉંમરથી જ સમાજ સેવામાં જોડાયા હતા

રવિશંકર મહારાજે નાની ઉંમરથી જ ગાંધીજીના પ્રભાવમાં આવી દેશ અને સમાજ સેવામાં ડગ માંડ્યા હતા. વર્ષ 1920માં સુણાવમાં રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી આચાર્યથી માંડી પટાવાળા સુધીની ફરજ બજાવી હતી. વર્ષ 1923માં બોરસદ સત્યાગ્રહ સહિત વેરા નહીં ભરવાની ગામેગામ ઝૂંબેશ પણ ઉપાડી હતી. વર્ષ 1926માં બારડોલી સત્યાગ્રહ, 1930માં દાંડી કૂચમાં ભાગ લીધો હતો. 1942માં ભારત છોડો ચળવળમાં પણ આગળ પડી આગેવાની કરી હતી.

ખેડા જિલ્લાના સરસવણી ગામમાં તેમના સ્મૃતિ સ્મારકે લોકો દર્શનાર્થે આવે છે

વર્ષ 1920માં રવિશંકર મહારાજના પગરખાં ચોરાયા ત્યારથી તેમણે પગરખાનો ત્યાગ કર્યો હતો

આ બધા સત્યાગ્રહની ચળવળમાં રવિશંકર મહારાજે જેલવાસ પણ ભોગવ્યો હતો. જેલવાસ દરમિયાન તેઓ ગામઠી ગીતા સમજાવતા હતા. વર્ષ 1920માં રવિશંકર મહારાજના જ્યારથી પગરખા ચોરાયા હતા ત્યારથી તેમણે પગરખાનો ત્યાગ કરી દીધો હતો. જમવામાં માત્ર એકલી ખીચડી જમતા હતા. 2 મે 1960ના દિવસે ગુજરાત રાજ્યની સ્થાપના તેમના હસ્તે કરવામાં આવી હતી. ત્યારબાદ 1984 સુધી જે કોઈ ગુજરાતના મુખ્યપ્રધાન બને તે સોગંદવિધિ બાદ તરત જ મહારાજના આશીર્વાદ લેવા જતા તેવી પ્રણાલી હતી. 71 વર્ષની ઉંમરે 1955થી 1958 દરમિયાન ભૂદાન માટે 6 હજાર કિલોમીટર ચાલ્યા હતા. એપ્રિલ 1970માં સોમનાથ ખાતે સરદાર વલ્લભ પટેલની પ્રતિમાનું ઉદ્ઘાટન પણ રવિશંકર મહારાજે કર્યું હતું.

રવિશંકર મહારાજનો જન્મ ખેડા જિલ્લાના રઢુ ગામમાં થયો હતો

રવિશંકર મહારાજે આજીવન સમાજ સેવા કરી હતી

1 જુલાઇ 1984ના રોજ મુકસેવક રવિશંકર મહારાજનું બોરસદ ખાતે અવસાન થયું હતું. તેમણે આજીવન સમાજ સેવા કરી હતી. સરસવણી ગામમાં રવિશંકર મહારાજનું સ્મૃતિ સ્મારક આવેલું છે. તસવીરો તેમ જ વસ્ત્રો સહિતની વિવિધ વસ્તુઓ લોકોના દર્શનાર્થે રાખવામાં આવી છે. સ્મૃતિ ભવનમાં તેમની તસવીર જોતા આજે પણ તેમની હયાતીના પુરાવા સ્મૃતિ ભવનમાં જોવા મળી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.