ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ પરમારનો જમીન વિવાદને લઈને નડિયાદ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોય જેની આજરોજ મુદ્દત હોવાથી કોર્ટમાં ગયા હતા. કોર્ટમાંથી બહાર નીકળતા ધારાસભ્ય કાંતિભાઈની કાર રોકીને 10થી 12 વ્યક્તિઓએ ડંડા સહિતના હથિયારો દ્વારા ધારાસભ્ય સહીત તેમના વકીલ અને ડ્રાઇવર પર હુમલો કર્યો હતો.જેને પગલે ધારાસભ્ય તાત્કાલિક પોલીસ ચોકી પહોંચ્યા હતા.જ્યાંથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધારાસભ્યને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જયારે તેમના વકીલ અને ડ્રાઇવરને પગમાં અને હાથે ઈજાઓ પહોંચી હતી.સારવાર બાદ હાલ બન્નેની તબિયત સ્થિર છે. ડાકોર ખાતે આવેલી કરોડો રૂપિયાની જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેને લઈને ધારાસભ્ય પર હુમલો કરવામાં આવ્યો હોવાનું ધારાસભ્ય જણાવી રહ્યા છે. ધારાસભ્ય કાંતિભાઈ પરમાર દ્વારા જણાવાયું હતું કે, નડિયાદના ભાનુ ભરવાડના માણસો દ્વારા આ હુમલો કરી જાનથી મારવાની ધમકી પણ આપવામાં આવી છે.