ETV Bharat / state

ખેડામાં બસ અને બાઈક વચ્ચે અકસ્માત, ત્રણના મોત - ખેડા સમાચાર

ખેડા જિલ્લાના કપડવંજ - કઠલાલ રોડ પર બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર બે મહિલા સહીત ત્રણ વ્યક્તિના કરૂણ મોત નિપજ્યા હતા. અકસ્માતની ઘટનાને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી.

ખેડા
અકસ્માત
author img

By

Published : Mar 16, 2020, 2:35 AM IST

Updated : Mar 16, 2020, 5:00 AM IST

ખેડા: કપડવંજ - કઠલાલ રોડ પર આવેલા દાસલવાડા ગામ પાસે એસ.ટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર પુરુષ તેમજ બે મહિલા સહીત ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યા હતા. ઘટનાને પગલે રોડ પર લોકોના ટોળાં ઉમટ્યા હતા. અકસ્માત અંગે જાણ કરવામાં આવતા કપડવંજ રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યા હતા.

ખેડામાં બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણના મોત
કપડવંજથી ખંભાત જતી બસે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર પતિ પત્ની મુકેશ પરમાર અને કોમલ પરમાર તથા અન્ય એક મહિલા જયશ્રી બેન પરમારનું મોત થયું હતું. ઘટનાને લઇ આંતરસુંબા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

Last Updated : Mar 16, 2020, 5:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.