- બકરાંને પાણી પીવડાવવા તળાવે ગયા હતા
- એક બાળક ડૂબતા તેને બચાવવા જતા ડૂબી જવાથી ત્રણેના મોત
- એકસાથે ત્રણ બાળકોના મોતથી ગામમાં શોકનો માહોલ
ખેડા: બાળકો નિત્યક્રમ મુજબ ખેતરમાં બકરા ચરાવવા ગયા હતા અને પછી બકરાને પાણી પીવડાવવા માટે ગામના તળાવે લઈ ગયા હતા, જ્યા બાળકો બકરાઓને પાણી પીવા માટે તળાવમાં ઉતર્યા હતા. તળાવમાં ઉતરતા એક બાળક તળાવમાં ડૂબવા લાગ્યું હતું. જેને બચાવવા એક બાદ એક ત્રણે બાળકો તળાવમાં ઉતરતા તળાવના પાણીમાં ડૂબી ગયા હતા. પાણીના ડૂબવાના કારણે ત્રણે બાળકોના મૃત્યું થયા હતા.
આ પણ વાંચો : ખેડામાં અપમૃત્યુના બે બનાવમાં બે મૃત્યુ
સ્થાનિકો દ્વારા મૃતદેહ બહાર કઢાયા
ઘટનાની જાણ થતાં ગ્રામજનો તળાવે પહોંચ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા બચાવ કામગીરી હાથ ધરી હતી. ત્રણે બાળકોના ડૂબી જતા મૃત્યું થતા મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢ્યા હતા.એક સાથે ત્રણ બાળકોના મૃત્યુ થતા ગામમાં શોકનો માહોલ છવાયો હતો.
આ પણ વાંચો : હાલોલમાં 2 સગા ભાઈઓનું તળાવમાં ડુબી જવાથી થયું મૃત્યુ