- ખેડૂત પરિવાર ધાબે નિંદર માણી રહ્યો હતો તે દરમિયાન થઈ ચોરી
- મકાનના પાછળની બારીની જાળી તોડી ઘરમાં પ્રવેશ્યા
- રૂપિયા 2,60,000ના મુદ્દામાલની ચોરી
ખેડા : મહુધા તાલુકાના ખલાડી ગામે ગત રાત્રે તસ્કર ટોળકી ત્રાટકી હતી. ખેડૂત પરિવાર મકાનના ધાબે નીંદર માણી રહ્યો હતો. તે દરમિયાન તસ્કરો બિન્દાસ લાખોનો મુદ્દામાલ ચોરી કરી અંધકારમાં ફરાર થઈ ગયા હતા.
મકાનના પાછળની બારીની જાળી તોડી ઘરમાં પ્રવેશ્યા
ખેડૂત પરિવાર મકાનના ધાબે નીંદર માણી રહ્યો હતો. તે સમયે તસ્કરો વાડામાંથી મકાનની પાછળના ભાગે આવેલી બારી નીચે ખાટલો મૂકી બારી પર ચડ્યા હતા. બારીની લોખંડની જાળી તોડી મકાનમાં પ્રવેશ્યા હતા.
આ પણ વાંચો : આપના કાર્યક્રમમાં પર્સ ચોરીમાં પોલીસે વડોદરાના વૃદ્ધની કરી ધરપકડ
રૂપિયા 2,60,000ના મુદ્દામાલની ચોરી
તસ્કરોએ મકાનના રૂમમાં રહેલી ત્રણ તિજોરીઓ તોડી હતી. જેમાંથી તસ્કરો સોના-ચાંદીના દાગીના, 500 ડોલર તેમજ રોકડ રકમ સહિત ના રૂપિયા 2,60,150ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો : સુરતના વરાછા વિસ્તારમાંથી 50 હજારના હીરાની થઇ ચોરી
મહુધા પોલીસે હાથ ધરી તપાસ
આ ઘટના અંગે જાણ કરતા PI એન.જી.ગોસાઈ સહિત મહુધા પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે અજાણ્યા ચોર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે, જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરો બેફામ બન્યા છે. ઘરફોડ સહિત પશુઓની પણ ચોરી કરવાની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે.