ETV Bharat / state

મહેમદાવાદમાં એક મકાનમાંથી 7.90 લાખ રૂપિયાની ચોરી

ખેડા જિલ્લાના મહેમદાવાદ શહેરમાં તસ્કરો બેફામ બન્યા છે. મહેમદાવાદમાં એક મકાનમાંથી તસ્કરો સોના ચાંદીના ઘરેણા, મોબાઈલ ફોન તેમ જ રોકડ રૂપિયા સહિત કુલ 7.90 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મહેમદાવાદમાં એક મકાનમાંથી 7.90 લાખ રૂપિયાની ચોરી
મહેમદાવાદમાં એક મકાનમાંથી 7.90 લાખ રૂપિયાની ચોરી
author img

By

Published : May 24, 2021, 2:21 PM IST

  • મહેમદાવાદના રાધે કિશન પાર્કમાંથી ચોરી
  • તસ્કરોએ 7.90 લાખ રૂપિયાની ચોરી કરી
  • મહેમદાવાદ પોલીસે તસ્કરો સામો નોંધ્યો ગુનો

ખેડાઃ જિલ્લાના મહેમદાવાદ શહેરમાં તસ્કરો બેફામ બન્યા છે. આ વખતે તસ્કરોએ એક રહેણાંક મકાનને નિશાન બનાવ્યું છે. રાધે કિશન પાર્કમાં આવેલા એક ફ્લેટમાં તસ્કરો ત્રાટક્યા હતા. અહીંથી ચોરી કર્યા બાદ તમામ તસ્કરો ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો- રોડ પર લાગેલા CCTVના જંકશન બોક્સમાંથી સામાન ચોરી કરનારની ધરપકડ

તસ્કરોએ રાધે કિશન પાર્ક ફ્લેટને બનાવ્યું નિશાન

તસ્કરો મકાનમાંથી સોના-ચાંદીના ઘરેણાં, મોબાઈલ ફોન તેમ જ રોકડ રૂપિયા મળી કુલ 7.90 રૂપિયા લાખનો મુદ્દામાલ ચોરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ચોરીની ઘટના મામલે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો- જામનગર પોલીસે ચેઇનની ચીલઝડપ કરનાર 2 આરોપીની કરી ધરપકડ

તસ્કરો શેડ પર ચડી મકાનમાં ઘૂસ્યા હતા

મકાનમાં જ્યારે તમામ લોકો ઉંઘી રહ્યા હતા. તે દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો શેડ પર ચડી મંદિરવાળા રૂમની દિવાલની સ્લાઈડવાળી બારી ખોલી રૂમમાં ગયા હતા. ત્યારબાદ અહીંથી ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.